આ મુસ્લિમ યુવતીએ પ્રેમ માટે તોડી નાખ્યા ધર્મ અને જાતિના બંધનો, પોતાનો દેશ છોડીને આવી ભારતીય યુવક સાથે લગ્ન કરવા.. જાણો અનોખી પ્રેમ કહાની

હિન્દૂ યુવકે મુસ્લિમ યુવતીને વિશ્વાસ આપ્યો કે તેનો ધર્મ નહિ બદલે… પ્રેમમાં પાગલ યુવતી પોતાનો દેશ છોડીને ચાલી આવી અને પછી…

એવું કહેવાય છે કે પ્રેમમાં કોઈ બંધનો નડતા નથી. લોકો પ્રેમમાં એ હદ સુધી પાગલ બની જાય છે કે તેમને ના સમાજની ચિંતા રહે છે, ના ધર્મની કે ના હજારો કિલોમીટરના અંતરથી કોઈ ફેર પડે છે. તમે એવી ઘણી પ્રેમ કહાનીઓ જોઈ હશે કે સાંભળી હશે જેમાં લગ્ન કરવા માટે કોઈ યુવક કે યુવતી દૂર દેશથી પણ આવી ગયા હોય. હાલ એવી જ એક કહાની સામે આવી છે. જેમાં હિન્દૂ યુવક સાથે લગ્ન કરવા માટે મુસ્લિમ યુવતીએ પોતાનો દેશ છોડી દીધો.

એક મુસ્લિમ છોકરી તેના દેશથી 8000 કિલોમીટર દૂર ગ્વાલિયરના એક હિન્દુ છોકરા સાથે પ્રેમમાં પડી ગઈ. પછી પ્રેમ ખાતર યુવતીએ પોતાનો દેશ છોડી દીધો હતો. આટલું જ નહીં, છોકરાએ છોકરીના પિતાને આશ્વાસન પણ આપ્યું કે તે તેનું ધર્માંતરણ નહીં કરે. બંને પતિ-પત્ની પોત-પોતાના ધર્મનું પાલન કરશે. આ પછી મોરોક્કોની મુસ્લિમ યુવતી અને ગ્વાલિયરના હિન્દુ છોકરાએ એસડીએમ કોર્ટમાં લગ્ન કર્યા.

મોરોક્કોની રહેવાસી 24 વર્ષીય ફાદવા લૈમાલી એક ખાનગી કોલેજમાં અભ્યાસ કરે છે. 3 વર્ષ પહેલા તે સોશિયલ મીડિયા પર ગ્વાલિયરના 26 વર્ષીય અવિનાશ દોહરાને મળી હતી. સોશિયલ મીડિયા પરની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ, પરંતુ બંનેને ધર્મની ચિંતા થઈ ગઈ. બંનેએ પોતપોતાના પરિવારજનોને પોતાના સંબંધો વિશે જણાવ્યું. પહેલા તો ફાદવા લૈમાલીનો પરિવાર તેમની દીકરીના સંબંધ વિશે જાણીને ગુસ્સે થઈ ગયો, પરંતુ કહેવાય છે કે જો પ્રેમ સાચો હોય તો આખી દુનિયા તેને મેળવવા માટે કામે લાગી જાય છે.

(પ્રતીકાત્મક તસવીર)

અહીં પણ કંઈક આવું જ થયું, દીકરીના આગ્રહ સામે માતા-પિતાએ હા પાડી. બાદમાં બંને પરિવારો સંમત થયા હતા. આ પછી ફાદવા લૈમાલીએ પોતાના દેશ મોરોક્કો પાસેથી લગ્ન માટે એનઓસી માંગી. ફાદવા અને અવિનાશની આ લવસ્ટોરીમાં ધર્મ દીવાલ ન બની શક્યો. અવિનાશ બે વાર લગ્નનો પ્રસ્તાવ મૂકવા મોરોક્કો ગયો હતો, પરંતુ ફાદવાના પિતાએ લગ્નની ના પાડી દીધી હતી. પરંતુ બંને આ લગ્ન માટે મક્કમ હતા, ત્યારબાદ ફાદવાના પિતાએ અવિનાશને હિંદુ ધર્મ છોડીને ભારતમાંથી મોરોક્કોમાં સ્થાયી થવાની ઓફર કરી.

(પ્રતીકાત્મક તસવીર)

આના પર અવિનાશે ફાદવાના પિતાને સ્પષ્ટ કહ્યું કે ન તો હું મારો દેશ છોડીશ અને ન તો હું મારો ધર્મ બદલીશ. પણ હું તમારી દીકરીનું પણ ધર્માંતરણ નહીં કરું. તેને ભારતમાં તેની ધાર્મિક વિધિઓનું પાલન કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હશે જેમ તે મોરોક્કોમાં તેની ધાર્મિક વિધિઓ કરે છે. અવિનાશની વાત સાંભળીને પરિવારજનોને ખાતરી થઈ ગઈ કે તે તેમની દીકરી માટે સારો જીવનસાથી સાબિત થશે. પછી પરિવારના સભ્યો સંમત થયા.

(પ્રતીકાત્મક તસવીર)

ફાદવાએ મોરોક્કોમાં પોતાના લગ્ન માટે NOC માટે અરજી કરી હતી. કાયદાકીય દસ્તાવેજોની પ્રક્રિયા પૂરી થતાં જ ત્યાંથી પરવાનગી મળી ગઈ. આ પછી ગ્વાલિયરની SDM કોર્ટમાં લગ્ન પ્રમાણપત્ર માટે અરજી કરી. જે બાદ આ કપલ એસડીએમ કોર્ટ પહોંચ્યા જ્યાં એસડીએમ એચબી શર્માની હાજરીમાં બંનેએ લગ્ન કરી લીધા.

Niraj Patel