મોરબી: કરવા ચોથના દિવસે જ પતિની લાંબી ઉંમર માટે વ્રત કરનારી પત્નીએ ટૂંકાવ્યુ જીવન, જાણો ચોંકાવનારુ કારણ

કરવા ચોથના દિવસે જ પત્નીએ કર્યો આપઘાત, કારણ છે અજીબ

આખા દેશમાં કોઈપણ તહેવાર હોય, સામાન્ય અને ખાસ લોકો તેને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. ગઇકાલના રોજ પત્નીઓએ તેમના પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખ્યું હતું. ત્યારે આ દરમિયાન એક એવા સમાચાર સામે આવ્યા જે ઘણા દુખદ અને ચોંકાવનારા છે. કરવા ચોથ પર પત્ની પોતાના પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખતી હોય છે અને આ પ્રસંગે પતિ-પત્નીનો પ્રેમ પણ સામે આવતો હોય છે,

તસવીર સૌજન્ય : ન્યુઝ18 ગુજરાતી

ત્યારે ગઇકાલના રોજ એટલે કે કરવાચોથના દિવસે મોરબીમાં પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખતી પત્નીએ જીવન ટૂંકાવી દીધુ. આ મહિલાએ તેના પતિ માટે વ્રત પણ રાખ્યું હતુ, પરંતુ નાની અમથી વાતને કારણે તેણે જીવન ટૂંકાવી દીધુ. મોરબીમાં એક પરિણીતાએ કરવા ચોથના દિવસે જ જીવન ટૂંકાવી લીધું છે. આ મામલે એવું સામે આવ્યુ છે કે, કરવાચોથના દિવસે રાત્રે પતિએ ઘરે મોડું આવવાની વાત કરતા પત્નીને માઠુ લાગ્યુ હતુ

પ્રતિકાત્મક તસવીર

અને આ કારણે તેણે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો. પત્નીએ પોતાનું વ્રત છોડ્યા વગર જ મોતને વ્હાલુ કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના રંગપર ગામે રહેતી 23 વર્ષીય આરતિબા ઝાલાના પતિએ કરવાચોથ પર ઘરે મોડું આવવાનું કહેતા તેને માઠું લાગ્યું અને પતિની આ વાત ગમી ન હોવાને કારણે તેણે ગુસ્સામાં આવીને અંતિમ પગલું ભર્યું હતું.

પ્રતિકાત્મક તસવીર

આ ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મહિલાના આપઘાત પાછળ કોઇ અન્ય કારણ જવાબદાર છે કે કેમ ? તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Shah Jina