મોરબીના યુવકનું ફેસબુક લાઈવ કર્યા બાદ આપઘાત, જેની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા તે પત્નીને છેલ્લા સંદેશમાં કહ્યું…..”એકવાર મારી લાશ ઉપર રોવા આવજે….”

મોરબી : ‘મિતાલી એકવાર મારી લાશ પર રોવા આવજે..,’ એમ કહીને LIVE આત્મહત્યા કરી- પરિવાર શોકમાં ડૂબી ગયો, જુઓ અંતિમ વીડિયો

દેશભરમાં આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, ઘણા લોકો આર્થિક તંગીમાં આવીને તો કોઈ પ્રેમમાં દગો મળવાના કારણે સમય કરતા મોતને વહેલા વહાલું કરતા હોય છે. હાલ એવો જ એક કિસ્સો મોરબીમાંથી સામે આવ્યો છે, જ્યાં એક પ્રેમીએ ફેસબુક ઉપર લાઈવ કરીને મોતને વ્હાલું કરતા પહેલા પ્રેમિકાને સંદેશ આપ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના વાવડી રોડ વિસ્તારમાં રહેતા એક 25 વર્ષીય નવયુવાન કિશનભારથી અશોકભારથી ગૌસ્વામીએ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું  હોવાની ઘટના સામે આવી છે. આ આપઘાત પાછળ પ્રેમ પ્રસંગ જવાબદાર હોય તેમ માનવામાં આવી રહ્યું છે. કારણ કે યુવકે આપઘાત પૂર્વે ફેસબુક ઉપર લાઈવ વીડિયો શેર કરીને કેટલીક વાતો જણાવી હતી.

ત્યારબાદ ગણતરીના સમયમાં જ તેને ગળે ફાંસો ખાઈ અને મોતને વહાલું કરી લીધું હતું. યુવક ફેસબુક લાઈવની અંદર જણાવી રહ્યો છે કે, હું કોર્ટ કચેરીના ચક્કર માટે નથી બન્યો. હું સીધો સાધો માણસ છું. મારા માતા-પિતા ટેન્શનમાં આવી ગયા છે. મને તારા માતા-પિતા રોડ પર લઇ આવ્યા. બાદ મિતાલી યાર આ બધું પૂરું કરો યાર. કેસ પૂરો કરો. તું આઝાદ રે તું ખૂશ રે. કારણ કે મને ખબર છે કે હું મરી જઈશ તો કોઈ કાર્યવાહી થશે નહીં

કારણ કે, મારા માતા-પિતા સાથે કોઈ છે નહીં અત્યારે કે જે તારી સાથે લડી શકે. તારી પાસે તારા માતા-પિતા બધાનો સપોર્ટ છે. મને ખબર છે કે, હું મરી જઈશ તો પણ તને કોઈ ફરક પડશે નહીં. તું આઝાદ છે. તારે તો એજ જોઈએ છે. હું તારા રસ્તાનો કાટો હતો નીકળી ગયો. મિતાલી માતા-પિતાએ મને આજ દિવસ સુધી હેરાન કર્યો અને હજુ એટલો હેરાન કરે છે. હું માનસિક રીતે થાકી ગયો છું. હું મરી જાવ છું.”

તે એમ પણ જણાવે છે કે, “યુવકે વધુમાં જણાવ્યું હતું કે, મારાથી હવે જીવાય તેમ નથી. સારું મારો છેલ્લો વીડિયો હતો. તું જોઈ લેજે. હા એક વાત હું મરી જાઉં તો એક વાર તો લાશ પર રોવા આવજે. જો તારા માતા-પિતા આવવા દે તો. લગભગ તો તારા માતા-પિતા તને એ પણ કરવા દેશે નહીં. તારા માતા-પિતાએ મારી જિંદગી લઇ લીધી. સૌથી વધારે મને મારો જીવ હતો. તારા માતા-પિતાએ એ હદે મને હેરાન કર્યો કે, મારે મરવું પડે છે.

મારા ઘરમાં હું બધાનો લાડલો, બધાને હું સલાહ આપવાવાળો, બધા કરતા સરખા પૈસા કમાવવા વાળો હું હતો. બધાને આશા હતી કે, તારો સારો પગાર છે. તું કમાય છે તું અમારું બધું લેવું-દેવું પૂરું કરી દઈશ. બસ હવે મારાથી નથી જીવાય એમ. આવી રીતે, દરરોજ દરરોજ મરૂ છું.”

છેલ્લે યુવક એમ કહેતો જોવા મળી રહ્યો છે કે, ” કોર્ટમાં એટલા માટે આવ્યો હતો કે, તારો જવાબ મને મળે. તમે મારા મારા-પિતાને હેરાન કરીને કોઈ કાર્યવાહી કરવા નહીં દો. હું મરી જઈશ તો કોઈ ફેર નહીં પડે. આ હું મીડિયામાં એટલા માટે મૂકું છે કે, મારા માતા-પિતાને કોઈનો તો ન્યાય મળે. કોક તો એવો માણસ હશે કે તે મારા માતા-પિતાનો સાથ આપશે. હું તારા ઘરે તને મળવા આવ્યો હતો પણ તારા માતા-પિતાએ તને રૂમમાં પૂરી દીધી અને મને કહ્યું કે જા રોડ પર જઈને મરી જા. હું ભગવાન પાસે એક જ દુવા કરીશ કે બીજી વાર માણસનો અવતાર ના આપતો. બાય મિતાલી. અલવિદા. હું જાવ છું.”

કિશનભારથીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સાંજે પાંચ વાગ્યે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને આ મામલે એ ડિવિઝન પોલીસે એડી નોંધી છે અને હાલ વી.પી.છાસિયા તપાસ કરી રહ્યા છે. આ આપઘાત કેસ અંગે તપાસનીશ અધિકારી વી.પી.છાસિયાએ જણાવ્યું હતું કે, મૃતક યુવાનના પત્ની એક માસથી તેના પિતાના ઘરે ચાલી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel