ભયાનક મોરબી દુર્ઘટનાને એકદમ નજીકથી રોનકે જોઈ, ભાવુક થઇને ત્યાં ઉભેલા લોકો વિશે મોટો ખુલાસો કર્યો

ઝૂલતો પુલ તૂટ્યાની પહેલા આ યુવાન ત્યાં ઉભો હતો, હવે કર્યો સૌથી મોટો ખુલાસો

મોરબીમાં મચ્છુ નદી પર બનેલ ઝૂલતા પુલે 30 ઓક્ટોબર રવિવારના રોજ અનેક લોકોનો ભોગ લીધો. આ દુર્ઘટનાને મોરબીના લોકો સાથે સાથે કદાચ ગુજરાતભરના લોકો ભૂલી નહિ શકે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 130થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ત્યારે અકસ્માત પહેલા રોનક મણિયાર નામનો છોકરો પુલ પર આનંદ લઈ શકે તે માટે ગયો હતો. રોનકે કહ્યું કે, તે સાંજે 4.30થી 5.30 વાગ્યા સુધી ત્યાં હાજર હતો.

તે ટિકિટ લેવા માટે લગભગ 4.30 વાગ્યે બ્રિજ પર પહોંચ્યો હતો. ત્યારે 100 લોકો ઉભા હતા. જ્યારે 120 જેટલા લોકો પુલ પર હતા. આ પુલ ઘણા મહિનાઓ બાદ ખુલ્લો મુકાયો હોવાને કારણે ઘણા લોકો આનંદ લેવા પહોંચ્યા હતા. આ ઉપરાંત રવિવાર હોવાને કારણે પણ ભારે ભીડ હતી. ઘણા લોકો પરિવાર સાથે હતા. આ 150 વર્ષ જૂનો પુલ છે અને એટલા માટે જ આ બ્રિજ જોવાનો ક્રેઝ પણ વધારે છે. આ પુલ નદીથી લગભગ 60 ફૂટ ઉપર છે.

કેબલ બ્રિજ બાજુમાં 50 જેટલા લોકો હતા જ્યારે કેટલાક લોકો બ્રિજની ગ્રીન નેટ પકડીને તેને હલાવી રહ્યા હતા. જ્યારે તેને આવું કરવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે, તેનું નામ ઝુલતા પુલ છે. તેથી આ કરી રહ્યા છીએ. આ પુલ પહેલા ઘણો ઝૂલતો હતો કારણ કે તે લાકડાનો હતો. પરંતુ હવે પુલ નવીનીકરણ બાદ ભારે થઇ ગયો છે જેને કારણે તે પહેલા કરતા ઓછો સ્વિંગ કરે છે. ત્યાં જે લોકો હતો તે એવું ઇચ્છતા હતા કે પુલ વધુ ઝૂલે.

રોનકે જણાવ્યું કે, તે સાંજે 5.30 વાગ્યાની આસપાસ એક્ઝિટ પોઈન્ટ પર પહોંચી ગયો હતો. આ સમયે પણ 100 જેટલા લોકો ટિકિટ માટે ઉભા હતા. જેમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ હતા. જ્યારે બ્રિજ પર લગભગ 170 લોકો હતા. તે કહે છે કે જ્યારે મને આ ઘટનાની જાણ થઈ ત્યારે મેં મારા પિતાને ફોન કર્યો અને રડવા લાગ્યો હતો. કારણ કે હું ડરી ગયો હતો. મને ખ્યાલ આવી રહ્યો હતો કે, હું પણ એ જ જગ્યાએ હતો જ્યાં આ અકસ્માત થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ronak Maniar (@ronakmaniar77)

Shah Jina