વાંદરા અને ગાયના વીડિયો યુટ્યુબ ઉપર અપલોડ કરીને આ કપલ કરે છે વર્ષે લાખોની કમાણી, જાણો કેવી રીતે ?

આજકાલ  લોકો માટે કમાણીનું એક સાધન સોશિયલ મીડિયા પણ બની ગયું છે, જ્યાં તમારા ટેલેન્ટની કદર થાય છે અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ ઉપર તમે પોતાના વીડિયો બનાવીને હજારો રૂપિયા સુધીની કમાણી પણ કરી શકો છો.

હાલ તમને યુટ્યુબ દ્વારા કમાણી કરતા એવા જ એક કપલ વિશે જણાવીશું જે યુટ્યુબ ઉપર ગાય અને વાંદરાઓ સાથેના વીડિયો બનાવીને આજે હજારો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

આ યુટ્યુબ ચેનલનું નામ હ્ચે બદ્રિનાયારણ ભદ્ર.  પાંચ વર્ષની અંદર બદ્રીનારાયણના યુટયુન ચેનલ ઉપર 15 લાખથી પણ વધારે સબસ્ક્રાઇબર્સ છે. અને દર મહિને તેઓ 60થી 70 હજારની કમાણી કરી રહ્યા છે.

બદ્રી ઓડિશા જિલ્લાના એક નાના એવા ગામ જહલમાં રહે છે. તેઓ ફિલ્મ લાઈનમાં રહી ચુક્યા છે. 2000થી 2004 સુધી તેમને દિલ્હી, કોલકત્તા અને મુંબઈના થિયેટરમાં કામ કર્યું. ત્યારબાદ તેને 2004થી 2016 સુધીમાં મુંબઈમાં ફિલ્મ ડાયરેક્શન ટીમની અંદર કામ કર્યું અને 2016માં તે પોતાના ગામની અંદર પરત ફરી ગયો.


તેને એ વાતની જાણકારી તો હતી કે જયારે ફિલ્મો રિલીઝ થાય છે ત્યારે તેના ટ્રેલર યુટ્યુબ ઉપર રિલીઝ કરવામાં આવે છે પરંતુ તેના દ્વારા આવક કેવી રીતે મેળવી શકાય તેની જાણકારી તેને નહોતી. આ દરમિયાન જ જ્યારે 2016માં જિઓ 4જી લોન્ચ કરવામાં આવ્યું ત્યારે તેને સિમ ખરીદ્યું. તેના ગામની અંદર વાંદરાઓ વધારે હતા, તેના ઘરે પણ વાંદરાઓ આવતા રહેતા. તેની પત્ની મોનાલીસા પણ પોતાના હાથે વાંદરાઓને મગફળીના દાણા ખવડાવતી.

એક દિવસે જયારે તેની પત્ની રોજની જેમ વાંદરાઓને મગફળી ખવડાવી રહી હતી ત્યારે તેને વીડિયો બનાવી લીધો.અને ત્યારબાદ તેને યુટ્યુબ ઉપર અપલોડ કરી દીધો હતો. ત્યારબાદ 19 મે 2016ના રોજ પોતાના નામે યુટ્યુબ ચેનલ બનાવી લીધી.  ચેનલ કેવી રીતે બનાવવી તે પણ તેને યુટ્યુબ દ્વારા શીખ્યું.

પત્નીનો બનાવેલો વીડિયો તેને યુટ્યુબ ઉપર અપલોડ કર્યો, ત્યારબાદ તે તેના એક પછી એક વીડિયો બનાવીને અપલોડ કરવા લાગ્યો. 2017 આવતા સુધીમાં તો તેને 30-40 વીડિયો અપલોડ કરી લીધા. એક વીડિયો બનવવામાં તેને 2-3 કલાકનો સમય લાગતો હતો. ત્યારબાદ તેની જાતે જ વીડિયોના વિવ્સ વધતા ગયા.

તેના પ્રમોશન માટે પણ બદ્રીએ કઈ નથી કર્યું. તેનું કન્ટેન્ટ યુનિક હતું. જયારે વ્યુવ આવવા લાગ્યા તેને ચેનલ મોનેટાઇઝ કરી દીધી. ત્યારબાદ જાહેરાત આવવા લાગી અને તેના વ્યુવ પણ વધવા લાગ્યા.

તેને પોતાનું પહેલું પેમેન્ટ 2017માં 110 ડોલર એટલેકે લગભગ 8 હજાર રૂપિયા જેટલું મળ્યું.  પહેલીવાર તેને પેમેન્ટ મળવાના કારણે પ્રેરણા મળી અને તેને પછી આજ કામ આગળ વધારવાનુઁ નક્કી કરીલીધું . ક્યારેક વાંદરાને પત્ની દ્વારા ખવડાવતા વીડિયો તો ક્યારેક ગાયને ખવડાવતા વીડિયો તે પોસ્ટ કરવા લાગ્યો.

હાલમાં બદ્રીની ચેનલ ઉપર 1100થી પણ વધારે વીડિયો પોસ્ટ થઇ ચુક્યા છે અને 15 લાખ 60 હજારથી પણ વધારે સબસ્ક્રાઈબર છે. આજે દર મહિને તેની કમાણી 60 હજારથી પણ વધારે છે. 4 વર્ષની અંદર જ તેને 15 લાખથી પણ વધારેની કમાણી માત્ર યુટ્યુબ દ્વારા જ થઇ ચુકી છે.

આ આવકમાંથી બદ્રી 20થી 25 હજાર રૂપિયા જીવ જંતુઓના ખાવામાં જ ખર્ચ કરી દે છે. તે ગૌશાળા પણ ખોલવાની તૈયારી કરી રહ્યો છે. ભવિષ્યમાં તે અભિયારણ્ય બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. જેમાં તે જીવ જંતુઓને રાખશે.

Niraj Patel