વાયરલ

પર્વત ઉપર કોઈપણ જાતના સપોર્ટ વગર સડસડાટ ચઢવા લાગ્યા બૌદ્ધ સાધુ, વીડિયો જોઈને જુવાનિયાઓ પણ ભોંઠા પડી ગયા, જુઓ

આજે ઘણા લોકો એડવેન્ચરનો શોખ ધરાવે છે, લોકો એડવેન્ચર કરવા માટે દૂર દૂર જતા હોય છે અને પર્વતો ઉપર ચઢવાનો પણ આનંદ માણતા હોય છે, સાથે જ તે વીડિયો બનાવીને પણ તેમના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હોય છે, જેમાં જોવા મળે છે કે પર્વતો ઉપર ચઢવું કેટલું મુશ્કેલ હોય છે અને પર્વત ઉપર ચઢવા માટે પ્રોટેક્શનની પણ જરૂર પડતી હોય છે. પરંતુ હાલ એક સાધુનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે કોઈપણ જાતના પ્રોટેક્શન વગર સડસડાટ પર્વત ઉપર ચઢી રહ્યા છે.

આપણે બધાએ શાળામાં ગરુત્વાકર્ષણના નિયમ વિશે જરૂર વાંચ્યું હશે, પરંતુ વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જે સાધુ દેખાય છે તેમને આ નિયમ સાથે જાણે કોઈ લેવા દેવા જ ના હોય તેમ દેખાઈ રહ્યું છે. કારણ કે વીડિયોમાં દેખાઈ રહેલા બૌદ્ધ સાધુએ કોઈપણ જાતનું સેફટી હાર્નેસ નથી પહેર્યું છતાં પણ પર્વતનું સીધું ચઢાણ ચઢી રહ્યા છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ સેફટી હાર્નેસ પહેરી અને દોરડાની મદદથી પર્વત ઉપર ચઢાણ ચિદ્ધવાણી તૈયારી કરી રહ્યો છે, ત્યારે જ તેની બાજુમાં એક બૌદ્ધ સાધુ જોવા મળે છે. વ્યક્તિનો મોબાઈલ એ બૌદ્ધ સાધુ તરફ વળે છે અને લોકોના આશ્ચર્ય વચ્ચે ખુબ જ આરામથી તે સાધુ એ પર્વત ઉપર ચઢી જાય છે. આ નજારો જોઈને ત્યાં હાજર લોકો પણ સ્તબ્ધ બની જાય છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો પણ આ વીડિયોને જોઈને અવાક બની ગયા છે. તેમને પણ સાધુમાં કોઈ અદભુત શક્તિ હોય તેમ લાગી રહ્યું છે તો ઘણા યુઝર્સ કોમેન્ટ કરીને એમ પણ જણાવી રહ્યા છે કે આ સાધુ વારંવાર આ પર્વત ઉપર ચઢતા હશે જેના કારણે તેમને કોઈ સુરક્ષાની જરૂર નથી પડી. તો ઘણા લોકો આ સાધુનું રોજનું કામ હશે તેમ પણ જણાવી રહ્યા છે.