પાઇપમાંથી પાણીની જગ્યાએ થવા લાગ્યો નોટોનો વરસાદ, નજારો જોઇ હેરાન રહી ગઇ છાપેમારી કરવા માટે આવેલી ACBની ટીમ

સામાન્ય રીતે તમે પાઈપમાંથી પાણી નીકળતું જોયું જ હશે. પરંતુ, જરા વિચારો, જો પાણીને બદલે પાઈપમાંથી પૈસા નીકળવા લાગે તો શું દૃશ્ય હશે? સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યુ છે કે, પાઈપમાંથી પાણીની જગ્યાએ પૈસા નીકળવા લાગ્યા. તમે કદાચ આ વાત પર વિશ્વાસ નહીં કરો, પરંતુ આ સત્ય છે. આટલું જ નહીં સમગ્ર સત્ય જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. કારણ કે, આ મામલો બીજે ક્યાંયનો નથી પરંતુ ભારતના કર્ણાટક રાજ્યનો છે.

ACBએ બુધવારે અપ્રમાણસર સંપત્તિ કેસના સંબંધમાં કર્ણાટક સરકારના 15 અધિકારીઓ વિરૂદ્ધ છાપેમારી કરી. 15 અધિકારીઓના 60 સ્થળો પર આ દરોડામાં મોટી માત્રામાં સોનું, રોકડ અને સંપત્તિના કાગળો જપ્ત કરવામાં આવ્યા છે. આ જોઈને બધાની આંખો પહોળી થઈ ગઈ. એસીબીની ટીમ જ્યારે પીડબલ્યુડીના જુનિયર એન્જીનિયર સાંતા ગૌડાના ઘરે દરોડો પાડવા પહોંચી ત્યારે લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. જ્યારે અધિકારીએ તપાસ શરૂ કરી તો પાઈપમાંથી પાણીની જગ્યાએ પૈસા નીકળવા લાગ્યા. પાઈપલાઈનમાંથી આટલા બધા પૈસા નીકળતા જોઈને અધિકારીઓની આંખો પહોળીને પહોળી રહી ગઇ.

એસપી મહેશ મેઘનવરના નેતૃત્વમાં એસીબીએ આ દરોડો પાડ્યો હતો. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એસીબીએ સવારે 9 વાગ્યે શાંતાગૌડાના ઘરનો દરવાજો ખટખટાવ્યો. પરંતુ ગેટ ખોલવામાં 10 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. આનાથી એસીબીને શંકા ગઈ કે એન્જિનિયરે પૈસા ક્યાંક છુપાવ્યા છે. દરોડા દરમિયાન એસીબીએ પ્લમ્બરને બોલાવીને પીવીસી પાઇપ કાપવાનું કહ્યું હતું. જ્યારે પ્લમ્બરે પાઈપ કાપી ત્યારે તેમાંથી પૈસા અને ઘરેણા મળી આવ્યા હતા. ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ જુનિયર એન્જિનિયરના ઘરેથી દરોડા દરમિયાન 13.5 લાખ રૂપિયા મળી આવ્યા હતા. રીપોર્ટ અનુસાર, એસીબીના અધિકારીઓએ ઘરની છત પરથી રૂ. 6 લાખની વસૂલાત કરી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina