ખુશખબરી: દેવો કે દેવ મહાદેવના અભિનેતાના ઘરમાં ગુંજી દીકરીના જન્મની કિલકારીઓ, સાક્ષાત લક્ષ્મીએ અવતાર લેતા વ્યક્ત કરી ખુશી, જુઓ તસવીરો

એક તરફ જ્યાં મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ ખબર સામે આવી રહી છે તો બીજી તરફ કેટલીક ખુશખબરીઓ ચાહકોને પણ ખુશ કરી દેતી હોય છે. ક્યાંય કોઈ અભિનેતા લગ્ન કે સગાઈના બંધનમાં બંધાઈ રહ્યા છે. તો કેટલાક સેલેબ્સના ઘરે બાળકોનો જન્મ પણ થઇ રહ્યો છે. હાલ એવી જ એક ખબર સામે આવી છે. જેમાં ટીવી જગતના એક ખ્યાતનામ અભિનેતાના ઘરે દીકરીના જન્મની કિલકારીઓ ગુંજી ઉઠી છે.

‘દેવો કે દેવ મહાદેવ’થી સૌથી વધુ લોકપ્રિયતા મેળવનાર મોહિત રૈનાને તમે ઘણી ફિલ્મોમાં જોયો હશે, પરંતુ ચાહકો તેને મહાદેવના પાત્રથી જ ઓળખે છે. એટલું જ નહીં, અભિનેતાએ ‘કાફિર’ અને ‘મુંબઈ ડાયરીઝ 26/11’ જેવી વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. આવી સ્થિતિમાં લગ્નના માત્ર એક વર્ષમાં જ રૈનાના જીવનમાં ખુશીનું ઝરણું આવી ગયું છે.અભિનેતા મોહિત રૈના પિતા બની ગયો છે. તેમની પત્ની અદિતિ શર્માએ પુત્રીને જન્મ આપ્યો છે.

મોહિત રૈનાએ સોશિયલ મીડિયા પર લિટલ એન્જલની પહેલી ઝલક બતાવી છે. માતા-પિતા બનવા પર ચાહકો આ કપલને ઘણી બધી શુભેચ્છાઓ અને અભિનંદન આપી રહ્યા છે. મોહિત રૈનાએ તેની દીકરીનો પહેલો ફોટો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. જોકે, તેણે લિટલ એન્જલનો ચહેરો બતાવ્યો નથી. તસવીરમાં મોહિત રૈના દીકરીનો નાનો હાથ પકડેલો જોવા મળે છે.

અભિનેતાએ ફોટો સાથે એક ક્યૂટ કેપશન પણ લખ્યુ છે, જેમાં તેણે લખ્યું છે કે, “અને આવી રીતે અમે ત્રણ બની ગયા, બાળકીનું આ દુનિયામાં સ્વાગત છે.” આ સાથે મોહિત રૈનાએ રેડ હાર્ટ ઈમોજી પણ બનાવ્યું છે. તેની પોસ્ટ પર કોમેન્ટ કરતા અભિનેત્રી દિયા મિર્ઝાએ લખ્યું, ‘અભિનંદન’. આ સિવાય ફેન્સ કોમેન્ટ સેક્શનમાં યુઝર્સ મોહિત રૈના પર પ્રેમ વરસાવી રહ્યા છે. મોહિત રૈનાએ શેર કરેલા ફોટો પર સ્ટાર્સ પ્રેમની વરસાવી રહ્યાં છે.

તમને જણાવી દઇએ કે, મોહિત રૈનાએ વર્ષ 2021માં અદિતિ શર્મા સાથે લગ્ન કર્યા હતા. જ્યારે અભિનેતાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેના વિશે માહિતી આપીને બધાને ચોંકાવી દીધા હતા. 2022માં મોહિત રૈના અને અદિતિ શર્માના છૂટાછેડાની અફવાઓએ આગ પકડી હતી. જો કે અભિનેતાએ આ અહેવાલોને ‘બનાવટી’ અને ‘પાયાવિહોણા’ ગણાવ્યા, તેમણે એક અગ્રણી ટેબ્લોઇડને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, “મને ખરેખર ખબર નથી કે તે ક્યાંથી શરૂ થયું, તે એક ઑનલાઇન પોર્ટલ દ્વારા કરવામાં આવ્યું હતું. હું ખુશીથી લગ્ન કરી રહ્યો છું અને હિમાચલ પ્રદેશમાં પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છું.”

Niraj Patel