ટીવીના મહાદેવને ટીવીની નાગિને ગિફ્ટ કરી ગોલ્ડ રિંગ, બોલિવુડની આ અભિનેત્રીએ આપી કરોડોની કાર… જાણો બીજા સેલેબ્સથી શું મળી ગિફ્ટ

ટીવીના મશહૂર એક્ટર અને ટીવીના મહાદેવ કહેવાતા મોહિત રૈનાએ હાલમાં જ થોડા સમય પહેલા ગુપચુપ રીતે લગ્ન કરી લીધા હતા. દેવોના દેવ મહાદેવથી ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેતા મોહિત રૈનાએ તેમની ગર્લફ્રેન્ડ અદિતિ સાથે 1 જાન્યુઆરીના રોજ લગ્ન કર્યા હતા. લગ્નમાં આ ન્યુલી કપલને સેલિબ્રિટી મિત્રો તરફથી ઘણા મોંઘા મોંઘા ગિફ્ટ્સ મળ્યા છે. તો ચાલો જાણીએ કે આખરે આ કપલના નજીકના મિત્રોઓ તેમને શું ગિફ્ટ્સ આપી.

મોહિત રૈનાએ 1 જાન્યુઆરી 2022ના રોજ ખૂબ જ પ્રાઇવેટ સેરેમેનીમાં અદિતિ શર્મા સાથે લગ્ન કર્યા હતા. મોહિતે તેમની ખૂબસુરત દુલ્હન સાથે તસવીર પણ પોસ્ટ કરી હતી. આ તસવીરો પોસ્ટ કરતા કેપ્શનમાં લખવામાં આવ્યુ હતુ કે પ્રેમ રૂકાવટોને નથી ઓળખતો, આ બાધાઓને પાર કરે છે. દીવાલોને તોડતા પોતાની મંજિલ સુધી ઘણી ઉમ્મીદો સાથે પહોંચે છે. પોતાના માતા-પિતાના આશીર્વાદથી અમે હવે બે નથી પરંતુ એક છીએ, આ નવા સફરમાં તમારા બધાના પ્રેમ અને આશીર્વાદની જરૂર છે. અદિતિ અને મોહિત.

મોહિત રૈનાએ વર્ષ 2022ના પહેલા દિવસે પોતાના સિક્રેટ વેડિંગ વિશે જણાવીને ફેન્સને મોટો આંચકો આપ્યો છે. મોહિતે અદિતિ સાથે સાત ફેરા લીધા છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર બોલિવુડ અભિનેત્રી જેકલીન ફ્રર્નાંડિસે મોહિત રૈનાને ગિફ્ટમાં ઓડી Q8 ગાડી ગિફ્ટ કરી છે, જેની કિંમત 1 કરોડ રૂપિયા છે.

ટીવીની નાગિન અને મોહિતની રૈનાની એક્સ ગર્લફ્રેન્ડ મૌની રોયે આ ન્યુલી વેડ કપલને એક ગોલ્ડ રિંગ ગિફ્ટ કરી છે, જેની કિંમત આશરે બેથી ત્રણ લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. મોહિત રૈનાએ લગ્નમાં સફેદ શેરવાની પહેરી હતી, જ્યારે દુલ્હન અદિતિએ પેસ્ટલ રંગનો લહેંગા પહેર્યો હતો. મોહિત અને અદિતિની જોડીને નેટીઝન્સ તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે.

બિગબોસ વિનર અને ટીવીની છોટી બહુ કહેવાતી રૂબિના દિલૈકે કપલને 2 લાખ રૂપિયાનું ખૂબસુરત પેંડેંટ ગિફ્ટ કર્યુ છે.

આ ઉપરાંત અભિનેત્રી રાધિકા મદાને મોહિતને મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલી એક કઢાઇવાળી ગુલાબી શેરવાની ગિફ્ટ કરી છે, જેની કિંમત આશરે 1.75 લાખ રૂપિયા છે.

સોનારિકા ભદોરિયાએ મોહિત રૈના અને તેની પત્નીને એક રોલેક્સ ઘડિયાળની પેર ગિફ્ટ કરી છે. તેની કિંમત 6.8 લાખ રૂપિયા છે.

ઋત્વિક ધનંજાનીએ કપલને હીરાનો એક સેટ ગિફ્ટ કર્યો છે. જેની કિંમત 12.1 લાખ રૂપિયા છે.

વિક્કી કૌશલના ભાઇ અને અભિનેતા સની કૌશલે આ ખૂબસુરત કપલને લંડનનું વેકેશન ટ્રિપ ગિફ્ટ કર્યુ છે.

સૌરભ જૈને મોહિત અને અદિતિને 5.2 લાખ રૂપિયાનું એક બ્યુટીફુલ બ્રેસ્લેટનું પેર ગિફ્ટ કર્યુ છે.

આ ઉપરાંત સિદ્ધાર્થ નિગમે મોહિત રૈનાને 3.2 લાખ રૂપિયાની એક પ્લેટિનમ ચેન ગિફ્ટ કરી છે.

Shah Jina