સોશિયલ મીડિયા એ વાયરલ વીડિયોનું મોટુ હબ છે, લગભગ દરરોજ અનેકો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે જેમાંના કેટલાક રમૂજી તો કેટલાક ચોંકાવનારા હોય છે. ત્યારે હાલમાં એક માસીનો વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રિવરફ્રન્ટ વિશે કહેતા જોવા મળી રહ્યા છે.
વીડિયોમાં એક માસી રીપોર્ટરને કહી રહ્યા છે કે મોદીને કહેજો રિવરફ્રન્ટનું નામ બદલીને લવફ્રન્ટ રાખ, અમારા જેવા ઘરડા નીકળી નથી શકતા, નદીને નાળુ બનાવી દીધુ છે. 2 વર્ષ પહેલા મેં કહ્યુ હતુ કે મોદીજી મને CM બનાવી દો. તેરી ઊંચી શાન હે મોદી, મેરી અરજી માન લે મોદી, મુજકો CM બના દે. હું ગરીબોને પણ ઊંચા લાવી દઇશ. હું ગરીબ છું ને એટલે મને ખબર છે કે ગરીબ જનતા પર કેટલી વીતે છે.
આ જુઓ જવાન દીકરીઓ 15-15 દિવસથી…મોદીની મીટીંગોમાં બધા સૂટ-બૂટ વાળા હોય છે. અમારા જેવા ગરીબ કોઇ દેખાય છે, એ તો હવે સૂટ બૂટ વાળા થઇ ગયા…એટલે ના બાપ ના ભૈયા…સબસે બડા રૂપૈયા…60 વર્ષ પહેલા મોદીજી 10 રૂપિયાનો શર્ટ પહેરતા, આ શર્ટ છે 10 વર્ષ પહેલા મોદીજી લાલ દરવાજાનો 10 રૂપિયાનો પહેરતા હતા.
અત્યારે 50 હજારનો, 1-1 લાખનો અને 3-3 લાખના સૂટ પહેેરે છે, 200-200 ગાર્ડ લઇને ફરે છે. અમારી પહેલાની સરકાર છે ને બાપુ ગાંધી એક પોતડી ઉપર પણ ગોળીઓ ખાધી છે એટલે તો રાષ્ટ્રપિતા કહેવાય છે. પાળ્યા તો એવા પૂજાશે જે સારા કરીને જશે નહિ તો મરશે ને તો આ (પેશાબ) કરવાય નહિ આવે કોઇ.
View this post on Instagram