પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રોમમાં સંકૃતના મંત્રો દ્વારા કરવામાં આવ્યું સ્વાગત, ૐ નમઃ શિવાય સાથે મોદી મોદીના નારા પણ ગૂંજ્યા !, જુઓ વીડિયો

પ્રધાનમંત્રી મોદી 4 દિવસના વિદેશ પ્રવાસ ઉપર ઇટલી પહોંચ્યા છે. શુક્રવારના રોજ તેમને રાજધાની રોમમાં મહાત્મા ગાંધીની પ્રતિમા ઉપર પુષ્પ અર્પણ કર્યા. પીએમ મોદીનું રોમમાં સંસ્કૃત શ્લોક સાથે સ્વાગત કરવામાં આવ્યું. પીએમ મોદી જી-20 સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. જેના બાદ પ્રધાનમંત્રી બ્રિટેન ગ્લાસગો (સ્કોટલેંટ) જશે.

પીએમ મોદીએ રોમના પિયાઝા ગાંધીમાં ભેગા થયેલા ભારતીય સમુદાયના લોકો સાથે પણ વાતચીત કરી. જી-20ની આ મિટિંગ હકીકતમાં ગયા વર્ષે એટલે કે 2020માં થવાની હતી, પરંતુ કોરોનાના કારણે તેને રોકવી પડી હતી. હવે તે ઇટલીના રોમમાં થઇ રહી છે. પ્રધાનમંત્રી 31 ઓક્ટોબર બપોર સુધી રોમમાં રહેશે. જેના બાદ તે ગ્લાસગો જવા માટે રવાના થશે.


પીએમ મોદી રોમના પિયાઝા ગાંધી ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા ત્યારે પ્રધાનમંત્રીનું ત્યાંના ભારતીય સમુદાયના લોકોએ “મોદી-મોદી”ના નારા સાથે સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત સઁસ્કૃતમા શ્લોકોનો ઉચ્ચારણ પણ કર્યું હતું. આ ઉપરાંત ૐ નમઃ શિવાય અને જય શ્રી રામના નારા પણ લગતા જોવા મળ્યા હતા.


આ વર્ષમાં પ્રધાનમંત્રીની ત્રીજી વિદેશ યાત્રા છે. માનવામાં આવી રહ્યું ચેહ કે મોદી આ સમિટમાં બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોન્સન અને ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષ સાથે મુલાકાત કરી શકે છે. ન્યુઝ એજન્સી પ્રમાણે પિમે મોદી કેથોલિક ક્રિશ્ચનના સૌથી મોટા ધર્મગુરુ પૉપ ફ્રાન્સિસ સાથે પણ મુલાકાત કરી શકે છે.

Niraj Patel