યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ થતા જ PM મોદીએ લીધો એક નિર્ણય- જાણો ફટાફટ

છેલ્લા એક અઠવાડિયાથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે એવામાં આજે તો ભારત માટે એક દુઃખદ સમાચાર આવી ગયા છે. આ યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કરિયાણું લેવા નીકળેલા એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ, આ વિદ્યાર્થી કર્ણાટક રાજ્યનો છે અને યુક્રેનના ખાર્કિવમાં થયેલા ફાયરિંગમાં તેનું મોત થયું છે.

હજુ પણ હજારો ભારતીયો ત્યાં ફસાયા છે એવામાં યુક્રેનને લઈને આપણા PM નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે વધુ એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યયક્ષતા કરી છે. યુક્રેન અને રશિયા વચ્ચે આજે યુદ્ધનો છઠ્ઠો દિવસ છે. ફસાયેલા હજારો સ્ટુડન્ટ્સને પરત લાવવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યાં છે. પીએમ મોદી આ પહેલાં યુક્રેન મુદ્દે ચાર બેઠક કરી ચુક્યા છે. બેઠકમાં નાગરિકોની વાપસી પર ચર્ચા થઈ છે.

તમને જાણવી દઈએ કે યુક્રેન વિરુદ્ધ રશિયા દ્વારા કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહીને ધ્યાનમાં રાખી પીએમ મોદીની આ પાંચમી બેઠક છે. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, એનએસએ અજીત ડોવાલ અને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા હાજર રહ્યા હતા. આ સિવાય અન્ય અધિકારીઓએ બેઠકમાં હાજરી આપી હતી.

યુક્રેનમાં હાજર ભારતીય દુતાવાસ તરફથી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે કે, ટ્રેન કે પછી જે પણ ટ્રાન્સપોર્ટનાં સાધન મળે તેમાં બેસીને કીવથી આજે જ ઇન્ડિયન્સ નીકળી જાય. રશિયન સેના ઝડપથી કીવ તરફ આગળ વધી રહી છે. યુક્રેનની રાજધાની કીવ પર કબ્જો કરવા માટે રશિયા તરફથી ખુબજ મોટો મિલિટ્રી કાફલો મોકલવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રશિયાને 64 કિલોમીટર લાંબો કાફિલો કીવ તરફ આગળ વધી રહ્યો છે. એટેક પછીથી અત્યાર સુધી યુક્રેનમાં મોકલવામાં આવેલી આ સૌથી મોટી મિલિટ્રી ફોર્સ છે. આ પહેલાં સુધી જે કાફિલો મોકલવામાં આવ્યો હતો તેની સાઇઝ 3 મીલ હતી. મિત્રો તમને જણાવી દઇએ કે, યુક્રેનમાં આશરે 20 હજાર ભારતીય લોકો હાજર છે. જેમાંથી મોટાભાગનાં મેડિકલનું ભણતર પુર્ણ કરવાં ગયા છે જેમાંથી 4000થી વધુ લોકો આપણા લોકો પરત આવી ગયા છે અન્ય નીકળી પણ રહ્યાં છે.

મોદી સરકારે આ માટે ઓપરેશન ગંગાની શરૂઆત કરી છે. આપને જણાવી દઇએ કે, આ ઓપરેશન ગંગા હેઠળ આઠમી ફ્લાઇટ બુડાપેસ્ટ (હંગરી)થી દિલ્હી માટે મંગળવારનાં રવાના થઇ છે. આ પહેલાં આજે યુક્રેનથી એક ફ્લાઇટ 182 ભારતિય વિદ્યાર્થીઓ અંગે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચી છે.

આપણા PM એ આ મિટિંગ એવા સમયે યોજી જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલા વધારી દીધા છે. આ હુમલામાં મંગળવારે કર્ણાટકના એક વિદ્યાર્થીનું મોત થયુ. રશિયા દ્વારા ખારકીવમાં કરાયેલી ગોળીબારીમાં ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પા જ્ઞાનગૌદરનું મોત થયુ છે. નવીન કર્ણાટકના હાવેરી જિલ્લામાં ચલગેરીનો નિવાસી હતો. 21 વર્ષીય નવીન ખારકીવમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યો હતો.

PM મોદીની હાઈ લેવલ બેઠક બાદ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રંગલાએ મીડિયાને જાણકારી આપતા કહ્યું કે જ્યારે અમે પહેલી એડવાઈઝરી જારી કરી હતી, તે સમયે યુક્રેનમાં આશરે 20,000 ભારતીય સ્ટુડન્ટ્સ હતા ત્યારથી લગભગ 12,000 વિદ્યાર્થીઓ યુક્રેન છોડી ચૂક્યા છે. બાકી બચેલા ૪૦% લોકોમાંથી લગભગ અડધા યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં છે

અને અડધા યુક્રેનની પશ્ચિમી બોર્ડર પર પહોંચી ગયા છે અથવા તે બાજુએ જઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે આપણા તમામ નાગરિકોએ કીવ છોડી દીધું છે. અમારી પાસે જે માહિતી છે તે પ્રમાણે, કીવમાં આપણા કોઈ નાગરિક નથી, ત્યાંથી કોઈએ સરકારનો સંપર્ક કર્યો નથી.

YC