ખબર

મોદી સરકારે લોકોની દિવાળી સુધારી: 2 લાખ કરોડની સૌથી મોટી ગિફ્ટ- જાણો

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટની બેઠક થઇ હતી. આ બેઠકમાં ઘણા ફેંસલા લેવામાં આવ્યા હતા. વિત મંત્રી નિર્મલા સિતારમણએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આ ફેંસલા અંગેની જાણકારી આપી હતી. સિતારમણે જણાવ્યું હતું કે, મંત્રીમંડળે લગભગ 2 લાખ કરોડની ઉત્પાદન આધારિત પ્રોત્સાહન રકમ આપવાનો ફેંસલો કર્યો છે. આ સાથે જ કહ્યું હતું કે, દેશનું ઉત્પાદન, રોજગાર અને નિકાસ વધશે. આ સાથે જ જણાવ્યું હતું કે, આ લાભ દેશ બહારની કંપનીઓને પણ મળશે. વિત્તમંત્રીએ કહ્યું હતું કે, આ ફેંસલાથી ફાર્મ ક્ષેત્ર અને સ્ટીલ ઉધોગને લાભ થશે.

Image source

પત્રકાર પરિષદમાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, ‘ઉત્પાદન જીડીપીનો 16 ટકા હિસ્સો છે. જો આપણે મેન્યુફેક્ચરિંગ હબ બનવું છે, તો તેને વધારવું પડશે. અમારી આવક વધારે છે અને નિકાસ ઓછી છે. આજ સુધી ઉત્પાદન અને નિકાસ વધારવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં કોઈ સફળતા મળી નથી.

Image source

હવે મોદી સરકારના મંત્રીમંડળે નિર્ણય લીધો છે કે ઉત્પાદનના દસ મોટા ક્ષેત્રોને ઉત્પાદન આધારિત પ્રોત્સાહન આપવામાં આવશે. લગભગ બે લાખ કરોડ રૂપિયા આપવમાં આવશે. આ સાથે જ આત્મ નિર્ભર ભારતને સાકાર કરવાની દ્રષ્ટિથી આ નિર્ણય મહત્વપૂર્ણ છે. આ દિવાળીના મોકા પર આ ઉદ્યોગ ક્ષેત્ર માટે આ મોટી ગિફ્ટ છે.

ઉત્પાદન આધારિત પ્રોત્સાહનોથી લાભ મેળવનારા દસ મોટા ક્ષેત્રોમાં ઓટોમોબાઈલ અને ઓટો ઘટકો, ટેલિ કમ્યુનિકેશન્સ, ફાર્માસ્યુટિકલ્સ, વિશેષતાના રસાયણો, કેપિટલ ગુડ્સ, ટેક્નોલોજી પ્રોડક્ટ્સ, સફેદ વસ્તુ, ઘરેલું ઇલેક્ટ્રોનિક ઉપકરણો, નેટવર્કિંગ પ્રોડક્ટ્સ, કાપડ, એસી અને એલઇડી અને એડવાન્સ્ડ બેટરીનો સમાવેશ થાય છે.

Image source