જોતજોતામાં જ મોર્ડન ટેક્નોલોજીની મદદથી ઊભુ કરી દીધુ બે માળનું ઘર, જુઓ વીડિયો

પોતાના ઘરનું સપનુ કોણ નથી જોતુ ? કેટલાક લોકો પોતાના જીવનભરની પુંજી ઘર બનાવવામાં લગાવી દે છે. માથા પર છત માટે લોકોને દિવસ-રાત મહેનત કરવી પડે છે. જે બાદ તેમના સપનાનું ઘર કે મહેલ બનીને તૈયાર થાય છે. ઘર બનાવવામાં સમય પણ લાગે છે અને પૈસા પણ. ઘર બનાવવામાં તો મહિનાઓ અને કયારેક તો વર્ષ પણ વીતી જાય છે. પરંતુ જો તમને કોઇ કહે કે તેમના સપનાનું ઘર કેટલાક જ સમયમાં  એટલે કે ગણતરીની મિનિટોમાં બનીને તૈયાર થઇ જશે તો ? કદાચ તમને આ વાત પર વિશ્વાસ નહિ થાય.

સોશિયલ મીડિયા પર હાલ આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને યુઝર્સ હેરાન રહી ગયા છે. હાલમાં જ ઈન્ટરનેટ પર વાયરલ થયેલો આ વીડિયો આધુનિક યુગમાં ઝડપથી બદલાતી ટેક્નોલોજીથી બધાને આશ્ચર્યમાં મૂકી રહ્યો છે. વીડિયોની શરૂઆતમાં કેટલાક લોકો બે માળના મકાનને થોડી જ વારમાં બનાવતા જોવા મળે છે. આજકાલ લોકો પોતાના સપનાનું ઘર ઝડપથી મેળવવા માટે આધુનિક ટેક્નોલોજીનો સહારો લઈ રહ્યા છે.

જેને જોઈને તમારી આંખો પણ ફાટી જશે. સામાન્ય રીતે દરેક વ્યક્તિ ઇંટોથી બનેલું મજબૂત ઘર ઇચ્છે છે, પરંતુ આજકાલ આધુનિક ટેક્નોલોજીના યુગમાં લોકો કોંક્રિટથી બનેલા મજબૂત ઘરને એસેમ્બલ કરતા જોવા મળે છે. જે તાજેતરમાં વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે. આ વીડિયોને techzexpress નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ આવી ચૂક્યા છે, જ્યારે હજારો લોકોએ તેને લાઈક કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Techzexpress (@techzexpress)

વીડિયો જોયા બાદ લોકો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આ ટેકનિકથી તેમનું પોતાનું ઘરનું સપનું ખૂબ જ ઝડપથી પૂરું થઈ શકે છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘ઇન્ડોનેશિયામાં દરરોજ આવતા ભૂકંપના કારણે આ રીતે ઘર બનાવવું યોગ્ય નથી.’

Shah Jina