સિગ્નલ તોડીને નીકળેલી BJPના ધારાસભ્યની છોકરીએ ટ્રાફિક પોલીસ સાથે કરી માથાકૂટ, કહ્યું, “કાર કેમ પકડી, મારા પપ્પા ધારાસભ્ય છે” જુઓ વીડિયો

દેશભરમાં ટ્રાફિકને લઈને કાયદા કડક બનાવવામાં આવ્યા છે, તેમ છતાં પણ ઘણા લોકો કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે, ખાસ કરીને વગદાર લોકો જ આવા કાયદાનું વધારે પડતું ઉલ્લંઘન કરે છે અને જયારે ટ્રાફિક પોલીસના હાથે તે પકડાય ત્યારે પોતાની વગનો ઉપયોગ કરીને ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ પણ કરતા હોય છે અને દંડ ભરવાથી બચી પણ જતા હોય છે.

ત્યારે હાલમાં કર્ણાટકના BJP MLAની દીકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં ભાજપના ધારાસભ્યની દીકરી પોલીસ સાથે લડતી જોવા મળી રહી છે. આ સાથે એક વીડિયોમાં તે પોલીસને કહેતી જોવા મળી રહી છે કે તમને ખબર નથી કે મારા પિતા ધારાસભ્ય છે. આ સમગ્ર મામલો બેંગ્લોરમાં રાજભવન પાસેનો જણાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત આ ઘટના પછી, પોલીસે ધારાસભ્યની દીકરીના વાહનનું ચલણ કર્યું. જેના પર ધારાસભ્યની દીકરી કહેતી જોવા મળે છે કે મારી પાસે આના માટે પૈસા નથી.

ભાજપના ધારાસભ્ય અરવિંદ નિમ્બાવલીની દીકરી રેણુકા લિમ્બાવલી તેના મિત્રો સાથે BMW કારમાં ક્યાંક જઈ રહી હતી. આ દરમિયાન ધારાસભ્યની દીકરી રાસુખ રેડ સિગ્નલ તોડીને આગળ નીકળી હતી. ત્યાં આવું થતું જોઈને પોલીસે કાર રોકી હતી. જે બાદ ધારાસભ્યની દીકરી ઉતાવળમાં અહીં પહોંચી અને પોલીસ સાથે દલીલ કરવા લાગી. પોલીસ સાથેની દલીલ દરમિયાન યુવતીએ ધાક બતાવવાનું શરૂ કર્યું અને રસ્તા પર હંગામો કરવા લાગ્યો.

બીજેપી ધારાસભ્યની દીકરી રેણુકા લિમ્બાવલીએ રેડ સિગ્નલ તોડતાં જ પોલીસે વાહન રોકી દીધું હતું. આ પછી રેણુકા પોતાનો ગુસ્સો ખોઈ બેઠી અને રસ્તામાં જ પોલીસકર્મીઓ સાથે ઘર્ષણ થયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે દલીલ કરતી વખતે છોકરીએ તેના પિતાને ધારાસભ્ય હોવાનો રુઆબ બતાવીને કાર રોકવાની ધમકી પણ આપી હતી. આ ઉપરાંત ધારાસભ્યની દીકરીના આ કૃત્યને કારણે રાજભવન તરફ જતા રોડ પર ભારે જામ થઈ ગયો હતો.

પોલીસે ધારાસભ્યની દીકરીની વાત ન સાંભળતા તેના પર 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ પછી યુવતીએ કહ્યું કે મારી પાસે પૈસા નથી તેથી મને જવા દો. આ પછી પણ પોલીસ રાજી ન થઈ, ત્યારબાદ કારમાં બેઠેલા તેના મિત્રએ દંડ ભર્યો. પોલીસ સાથે ધારાસભ્યની દીકરીની દલીલનો આ વીડિયો વાયરલ થયા બાદ કર્ણાટકના બીજેપી ધારાસભ્ય અરવિંદ લિમ્બાવલીએ પોતાની દીકરી વતી માફી માંગી છે.

પિતાએ કહ્યું કે જો મારી દીકરીના વર્તનથી કોઈને દુઃખ થયું હોય તો હું તેના માટે માફી માંગુ છું. તમને જણાવી દઈએ કે અરવિંદ લિમ્બાવલી બેંગલુરુના મહાદેવપુરા મતવિસ્તારના વર્તમાન ધારાસભ્ય છે. આ સાથે, અરવિંદ લિમ્બાવલી વર્ષ 2021 સુધી બીએસ યેદિયુરપ્પાની કેબિનેટમાં રાજ્યના વન પ્રધાન અને કન્નડ અને સંસ્કૃતિ પ્રધાન પણ રહી ચૂક્યા છે.

Niraj Patel