મુખ્યમંત્રીની લાડલી દીકરીએ ડોક્ટરને ઢીબી નાખ્યો, દીકરીના કારનામાથી શર્મિંદા થઇ પિતાએ કર્યુ એવું કે…જુઓ વીડિયો

પોતાના સ્ટેટસના આધારે કેટલાક લોકો નિયમોને બાજુએ મૂકી દે છે અને હું જ કંઇક છું તેવી લાગણીથી વશ થઈ જાય છે. મિઝોરમના મુખ્યમંત્રી જોરમથંગાની પુત્રી મિલારી છંગટે સાથે પણ કંઈક આવું જ થયું છે. મિઝોરમની રાજધાની એઝોલમાં એક ક્લિનિકમાં ડૉક્ટર પર મિલારીએ હુમલો કર્યાનો વીડિયો વાયરલ થયા બાદ સીએમને શરમનો સામનો કરવો પડ્યો અને બાદમાં જાહેરમાં માફી માંગવી પડી. અહેવાલો અનુસાર, આ ઘટના બુધવાર 17 ઓગસ્ટે બની હતી.

જ્યારે મિલારીને ત્વચારોગ વિજ્ઞાની સાથે પરામર્શ માટે ક્લિનિકમાં જતા પહેલા એપોઇન્ટમેન્ટ લેવાનું કહેવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આનાથી સીએમની પુત્રી ગુસ્સે થઈ ગઈ હતી. તેને લાગ્યું કે સીએમની પુત્રીને કોઈ કેવી રીતે એપોઈન્ટમેન્ટ લેવાનું કહી શકે. આ બાબતે સીએમની પુત્રી સીધી ક્લિનિકની અંદર ગઈ અને ડોક્ટરને થપ્પડ મારી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સીએમની પુત્રી મિલારી દરવાજામાંથી ડોક્ટર પાસે જતી જોવા મળી રહી છે.

જેવી તે ડોક્ટરના રૂમમાં પ્રવેશી કે તરત જ તે તેના ચહેરા પર થપ્પડ મારતી વીડિયોમાં જોવા મળી રહી છે. આ ઘટનાના ત્રણ દિવસ પછી, સીએમ જોરમથંગાએ શનિવારે 20 ઓગસ્ટના રોજ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાહેર માફી પત્ર પોસ્ટ કર્યું. માફીપત્રમાં, તેમણે અને તેમની પત્નીએ લખ્યું હતું કે તેમના સમગ્ર પરિવાર પાસે તેમની પુત્રીના ડૉક્ટર પ્રત્યેના વર્તનના બચાવમાં કંઈ કહેવાનું નથી અને તેઓ તેમની પુત્રી દ્વારા માર મારનાર ડૉક્ટરની માફી માંગે છે. પત્રમાં તેમણે લખ્યુ હતું કે તેઓ તેમની પુત્રીના આચરણને કોઈપણ રીતે યોગ્ય ઠેરવશે નહીં.

આ ઘટનાથી તબીબોમાં રોષ ફેલાયો છે. શનિવારે 800થી વધુ ડોકટરોએ હુમલાની નિંદા કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓમાંના એક ડૉક્ટરે કહ્યું કે છંગટેએ એઝોલમાં એક ત્વચારોગ વિજ્ઞાની પર હુમલો કર્યો હતો. IMAના મિઝોરમ યુનિટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે ઇચ્છીએ છીએ કે આ પ્રકારનું ડોકટરો સાથે ફરી ન થાય.” આ પહેલા મુખ્યમંત્રીના પુત્રએ પણ તેની બહેનના કૃત્ય માટે સોશિયલ મીડિયા પર માફી માંગી હતી અને કહ્યું હતું કે માનસિક તણાવને કારણે તેની બહેને તેની ઠંડક ગુમાવી દીધી છે.

Shah Jina