છેલ્લા 5 મહિનાથી ગુમ થયેલી 19 વર્ષની છોકરીનું શબ મળ્યું એવી જગ્યાએથી કે પરિવાર ધ્રુજી ઉઠ્યો

નાની ઉંમરમાં જ બૉયફ્રેંડથી માતા બની ગઈ હતી, 4 વર્ષના બાળકની છે માતા, હત્યા જે રીતે થઇ એ જોઈને થર થર કંપી ઉઠો- હિમ્મત હોય તો જ વાંચજો

સમગ્ર દુનિયામાંથી ઘણી હત્યાઓની એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે જાણીને આપણા પણ રૂવાંડા ઊભા થઇ જતા હોય છે. હાલ એક એવી જ ચોંકાવનારા હત્યા કેસનો ખુલાસો થયો છે, જેમાં એક 19 વર્ષની યુવતીની લાશ એક ફ્રિજરમાંથી કપડાં વગર મળી આવતા ચકચારી મચી જવા પામી છે.

આ ઘટના બની છે વેનેઝુએલામાં. જ્યાં પાંચ મહિના પહેલા ગુમ થયેલી છોકરીનું શબ ફ્રીજરમાં મળ્યું. 19 વર્ષીય એના ગેબ્રિએલા મદીના બ્લેન્કોની લાશ 29 જુલાઈના રોજ વેનેઝુએલાના અરાગુઆ રાજ્યમાં એક ઘરમાંથી મળી હતી. બહુ જ નાની ઉંમરમાં માતા બની ચુકેલી આ યુવતી પોતાની પાછળ ચાર વર્ષના દીકરાને છોડીને ગઈ છે.

આ યુવતીની હત્યા પાછળ તેના નવા પ્રેમી ઉપર પોલીસને શંકા છે. અધિકારીઓનું માનવું છે કે આ યુવતીને 50 વાર ચાકુ મારવામાં આવ્યું હતું. તેના ગુમ થવા ઉપર શરૂઆતમાં તેના પરિવારજનો એટલા માટે ચિંતામાં ના આવ્યા કે તે મોટાભાગે અલગ અલગ શહેરોની યાત્રા કાર્ય કરતી હતી અને પોતાના પરિવાર સાથે તૂટક તૂટક સંપર્ક રાખ્યા કરતી હતી.

એના ગેબ્રિએલાના એક્સ બોયફ્રેન્ડના નામનો ખુલાસો નથી કરવામાં આવ્યો. જેને તેના ચાર વર્ષના દીકરાનો પિતા માનવામાં આવે છે. તેના એક્સ બોયફ્રેન્ડે જણાવ્યું કે તેનો લાંબા સમયથી સંપર્ક નહોતો થયો. તેને જણાવ્યું કે, “લાંબા સમય સુધી એનાની ખબર ના મળવા ઉપર તેને શોધવા માટે તેના ઘરે ગયો અને ત્યાં ગંધ આવવા લાગી. જેના બાદ મેં ફ્રિજ અને ફ્રીજરમાં જોયું તો ગંભીર દૃશ્યો જોવા મળ્યો.”

Niraj Patel