વડોદરામાંથી શિક્ષકનો આખો પરિવાર થયો ગુમ, ઘરમાંથી મળી 13 પાનાંની ચિઠ્ઠી, અંદર લખ્યું, “અમારા પરિવારના મોત માટે આ 4 લોકો…” જાણો સમગ્ર મામલો

વડોદરાનો જોશી પરિવાર રહસ્યમય સંજોગોમાં છેલ્લા 8 દિવસથી ગુમ, પોલીસે ઘરમાં જોયું તો મળી 13 પાનાની ચિઠ્ઠી, અંદર લખ્યું એવું કે…

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યા અને આત્મહત્યાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક તંગીના કારણે પોતાનું જીવન ટૂંકાવી દેતું હોય છે તો કોઈ પ્રેમ પ્રસંગોના કારણે પણ આપઘાત કરી લેતું હોય છે, તો ઘણીવાર કોઈની હેરાન ગતિના કારણે પણ કોઈ આપઘાત જેવા પગલાં ભરતું હોય છે. તો કેટલીકવાર આખો પરિવાર પણ આપઘાત કરી લેતો હોવાની ઘટના સામે આવતી હોય છે.

ત્યારે હાલ વડોદરામાંથી પણ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં આખો પરિવાર ગુમ થઇ ગયો છે અને ઘરમાંથી એક 10 પાનની અને બીજી 3 પાનાંની એમ બે ચિઠ્ઠી પણ મળી આવી છે. આ ઘટનાને લઈએં સમગ્ર પંથકમાં ચકચારી મચી જવા પામી છે. પરિવાર વડોદરામાં ડભોઇ રોડ ઉપર આવેલા કપુરાઇ ચાર રસ્તા પાસે કાન્હા આઈકોનમાં રહેતો હતો. જેના મોભી રાહુલ જોશી શિક્ષક હતા.

રાહુલ જોશી મૂળ ભાવનગરના દુધાળાના વતની હતા, અને તેઓ વડોદરામાં તેમની પતિની નીતાબેન, દીકરા પાર્થ અને દીકરી પરીબેન સાથે રહેતા હતા. તેઓ એક હંગામી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને ટ્યુશન પણ કરાવતા હતા. છેલ્લા 8 દિવસથી આ પરિવાર ગુમ છે, જેંમા બાદ પોલીસે ગુમ થનારા શિક્ષકના ભાઈને સાથે રાકઃઈ અને મકાન ખોલ્યું હતું. જેમાંથી પોલીસને બે ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં એક 10 પાનની અને બીજી 3 પાનની હતી.

આ ચિઠ્ઠીમાં તેમને તેમના પરિવારના મોત માટે ચાર લોકોને જવાબદાર માન્યા હતા. ચિઠ્ઠીમાં તેમને નામ જોગ ઉલ્લેખ કરતા લખ્યું હતું, “અમારા મોત માટે નિરવ ભૂવા, રાહુલ ભૂવા, બિટ્ટુભાઇ અને અલ્પેશ મેવાડા જવાબદાર છે !” આ ઉરપટ પોલીસને ફ્લેટમાંથી કેટલીક ચોંકાવનારી વિગતો પણ મળી આવી છે. આ ઉપરાંત ઘરમાંથી ચાર મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે. પોલીસે આ મામલામાં પરિવારને શોધવા માટે 4 ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.

આ બાબતે મળતી વધુ માહિતી અનુસાર રાહુલભાઈએ તેમનો ફ્લેટ મોર્ગેજ મૂકીને 29 લાખ રૂપિયાની લોન લીધી હતી. તેમને આ લોન હોટલના ધંધા માટે લીધી હતી. પરંતુ ધંધો ના ચાલતો હોવાના કારણે આર્થિક ભીંસ શરૂ થઇ હતી. મકાનની લોન અને ધંધા માટે લીધેલી લોનના હપ્તા ના ચુકવતા તે આર્થિક સંકટમાં આવી ગયા હતા. આ ઉપરાંત પોલીસને પાડોશીઓ પાસેથી એમ પણ જાણવા મળી રહ્યું છે કે તેમને આડોશી પાડોશી પાસેથી પણ પૈસા ઉછીના લીધા હતા.

રાહુલભાઈ તેમની પત્ની અને બંને બાળકો પહેરેલા કપડે જ ઘર છોડીને ચાલ્યા જતા તેમના ગુમ થવાનું એક રહસ્ય સર્જાયું છે. આખરે આ પરિવાર ક્યાં ગયો છે અને તેમના ઉપર કોઈનો માનસિક દબાણ તો નહોતો તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે. રાહુલ જોશીના ભાઈ પ્રણવ જોશીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.

Niraj Patel