ગુજરાતના આ ગામની અંદર થયો ચમ્તકાર, નર્મદામાંથી મળ્યો પાણીમાં તરતો પથ્થર, ગામ લોકોનું માનવું છે કે… “રામસેતુ……”

ગુજરાતની અંદર ઘણા ધામ્રિક સ્થળો આવેલા છે અને ત્યાં  ચમત્કારની  ઘટનાઓ પણ થતી જોવા મળે છે. ઘણી જગ્યાએ આવા ચમત્કારો વિજ્ઞાનની પણ સમજીની બહાર હોય છે, ત્યારે હાલ પણ નર્મદા નદીમાંથી એક એવા ચમત્કારના દર્શન થયેલા જોવા મળ્યા છે, જેને ગામ લોકોમાં પણ કુતુહલ સર્જ્યું છે.

આ ચમત્કાર સર્જાયો છે કરજણ તાલુકાના દેરોલી ગામની અંદર, જ્યાં પસાર થતી નર્મદા નદીમાંથી ગામ લોકોને તરતો પથ્થર મળી આવતા કુતુહલ સર્જાયું છે. આ પથ્થર 4 કિલોની આસપાસનો છે અને તે પાણીની અંદર ડૂબતો નથી. જેને ગામ લોકો ગામમાં લઇ આવ્યા અને તેને જોવા માટે લોકોના ટોળા પણ જામ્યા હતા.

ગામ લોકોના જણાવ્યા અનુસાર ગામના માછીમાર સમાજના લોકો માછલી પકડવા માટે નર્મદા નદીમાં ગયા હતા, જ્યાં તેમને પાણીની અંદર તરતી વસ્તુ જોવા મળી, જેને પકડ્યા બાદ તેમને જોયું તો તે એક પથ્થર હતો, તેને પાણીમાં ડુબાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પાણીમાં ડૂબ્યો નહીં.

આ પથ્થરને એ લોકો ગામમાં લઇ આવ્યા અને આ તરત પથ્થરની વાત વાયુવેગે પ્રસરાઈ ગઈ, જેના બાદ તેને જોવા માટે પણ લોકો ઉમટી આવ્યા, અને લોકોમાં પણ આ તરત પથ્થરે કુતુહલ જન્માવ્યું હતું. તરતા પથ્થરને નદીના ઘાટ પાસે આવેલા નર્મદા માતાજીના મંદિરે મૂકવામાં આવ્યો છે. ત્યાંથી મહાદેવના મંદિરે મૂકવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ગરમ લોકોનું માનવું છે કે આ એક ચમત્કાર છે કે જે રામસેતુ રામે બાંધ્યા હતો તેમાંથી એક પથ્થર છૂટો પડી અને અહીંયા આવી ગયો છે. આ તરત પથ્થરની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

Niraj Patel