માં બાપે 2 લાખની સોપારી આપીને દીકરી શાલિનીની હત્યા કરાવી દીધી, કારણ સાંભળીને મગજ ટલ્લે ચડી જશે

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યાના મામલાઓ સામે આવે છે, જેમાં ઘણીવાર અંગત અદાવત તો ઘણીવાર પ્રેમ સંબંધ કારણ હોય છે. પ્રેમ સંબંધમાં પણ ઘણીવાર ઓનર કિલિંગની ઘટનાઓ સામે આવે છે. ત્યારે એક હ્રદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં બીજા ધર્મના છોકરા સાથે દીકરીનો પ્રેમ સંબંધ હોવાને કારણે એક પિતાએ તેની હત્યા કરી દીધી. આ ઘટના કર્ણાટકના મૈસુર જિલ્લાના પેરિયાપટના વિસ્તારની છે. કાંગગુડી ગામ નિવાસી સુરેશે પોતાની 17 વર્ષિય સગીર દીકરી શાલિનીની એટલા માટે હત્યા કરી દીધી

કારણ કે તે બીજા ધર્મના યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. મૃતકે તે છોકરા સાથેની વાતચીતમાં મોત માટે તેના માતા-પિતા અને સંબંધીઓને જવાબદાર ઠેરવ્યા હતા. મૃતકે છોકરાને કોલ રેકોર્ડ કરવા કહ્યુ અને તેને કંઇપણ થાય તો પોલિસને તે સોંપવા માટે કહ્યુ હતુ. હત્યા પહેલા છોકરીએ છોકરાને કહ્યુ કે, મારા માતા-પિતાએ ઓબ્ઝર્વેશન હોમના અધિકારીઓને લેખિતમાં આપ્યુ હતુ કે હું મારુ જીવન જીવી શકુ છુ અને જેને હું ચાહુ તેના સાથે લગ્ન કરી શકુ છુ, તે મને પરેશાન નહિ કરે.તેઓએ મને એક સંબંધીના ઘરે રાખી છે.

કૃપા કરીને મારો કૉલ રેકોર્ડ કર. મારી તબિયત સારી નથી. એવું લાગે છે કે કોઈ ષડયંત્ર ચાલી રહ્યું છે. તેણે વધુમાં કહ્યું કે મારા અપહરણ, હત્યાના કિસ્સામાં આ ઓડિયો ક્લિપ અધિકારક્ષેત્રની પેરિયાપટના પોલીસ અને ડીજી અને આઈજીપીને આપજે. જો કંઈક થાય તો મારા માતા-પિતા અને સંબંધીઓ જવાબદાર છે. આ ઓડિયો ક્લિપ પોલીસને સોંપવામાં આવી હતી, જેની તેના પિતાએ બીજા ધર્મના છોકરા સાથે અફેર હોવાના કારણે હત્યા કરી હતી. ઓડિયોમાં શાલિનીએ તેના મોત માટે તેના માતા-પિતાને જવાબદાર ગણાવ્યા છે.

છોકરાએ પોલીસને જાણ કરી હતી કે છોકરીના માતા-પિતાએ તેને મારી નાખવા માટે 2 લાખ રૂપિયાની સોપારી આપી હતી અને પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ત્રણ ખોટી ફરિયાદો નોંધાવી હતી. જેમાં હતુ કે, શાલિનીએ લખેલો પત્ર મળ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેના મૃત્યુ માટે છોકરાને જવાબદાર ન ઠેરવવો જોઈએ. તેના પત્રમાં કહેવાયું છે કે, હું જાતિ ભેદભાવનો શિકાર બની છું.

પ્રતિકાત્મક તસવીર

મને એક છોકરા સાથે પ્રેમ થયો, મારા પિતાએ મારી સાથે દુર્વ્યવહાર કર્યો અને માર માર્યો. મારા માતા-પિતા તેમની દીકરી કરતાં જ્ઞાતિને વધારે ચાહે છે. પુત્રીની હત્યા કર્યા બાદ સુરેશ પોલીસ સ્ટેશન આવ્યો હતો અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ તેની પુત્રીનું ગળું દબાવીને હત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ કિસ્સો જૂન 2022નો છે.

Shah Jina