મહિન્દ્રા કંપનીએ બનાવ્યું એવું શાનદાર ટ્રેકટર કે તમે પણ જોઈને કહેશો આ તો ચંદ્ર ઉપર ચાલનારું છે મુનરોવર

ભારતની મહિન્દ્રા કંપની તેની શાનદાર ગાડીઓ સાથે સાથે તેના ટ્રેકટર માટે પણ દુનિયાભરમાં જાણીતી છે. મહિન્દ્રા ખેડૂતો માટે હંમેશા દમદાર ટ્રેકટર બનાવતી રહેતી હોય છે. ત્યારે હાલમાં જ મહિન્દ્રાનું એક ખુબ જ શાનદાર ટ્રેકટરની તસવીરો સામે આવી છે, જે જોતાંની સાથે જ કોઈ કહેશે કે આ ટ્રેકટર નહિ પરંતુ ચાંદ ઉપર ચાલનારું મુનરોવર છે.

હકીકતમાં આ ટ્રેકટરને પિનઈંફરીનાએ બનાવ્યું છે જે મહિન્દ્રાના માલિકીનો હક ધરાવતી કંપની છે. પિનઈંફરીના ખુબ જ આધુનિક ટ્રેકટર બનાવવાની સાથે સાથે શાનદાર કાર પણ બનાવે છે અને બહુ જ જલ્દી બજારમાં બતિસ્તા નામની કાર બજારમાં આવવાની છે. આ ટ્રેક્ટરનું નામ સ્ટેંડલ છે અને આ એક કોસેપ્ટ ટ્રેકટર છે જેને વાઇનયાર્ડ માટે તૈયાર કરવામાં આવ્યું છે.

સ્ટ્રેડલ કોન્સેપ્ટ ટ્રેક્ટરની ડિઝાઇન જોવા લાયક છે અને દેખાવમાં ખુબ જ શાનદાર છે. કેબિન ગોળાકાર કાચના ભાગથી ઘેરાયેલું છે જે અમુક સ્પોર્ટ્સકારથી પ્રેરિત હોય તેવું લાગે છે. કેબિન એકદમ સરળ છે પરંતુ તેને ખૂબ જ આધુનિક રીતે ડિઝાઇન કરવામાં આવી છે. સ્ટિયરિંગ એક જ ફ્રેમ પર લગાવવામાં આવ્યું છે અને સીટ ખૂબ આરામદાયક લાગે છે. આગળના કાચની બારીમાંથી આખું આગળનું દૃશ્ય જોઈ શકાય છે.

તેના પર ચઢવા માટે ઘણી મેટલ પ્લેટ લગાવવામાં આવી છે. હાલમાં, આ ટ્રેક્ટર કન્સેપ્ટ સ્ટેજમાં છે, પરંતુ દેખાવમાં તેનો કોઈ જવાબ નથી. તેની તકનીકી વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, જોકે ન્યૂ હોલેન્ડે પુષ્ટિ કરી છે કે નવું ટ્રેક્ટર ઇલેક્ટ્રિક પાવર પર ચાલશે અને તે ખૂબ જ શક્તિશાળી હોવાની અપેક્ષા છે. જણાવી દઈએ કે પિનઈંફરીનાએ આ ટ્રેક્ટર ન્યૂ હોલેન્ડ બ્રાન્ડ માટે બનાવ્યું છે.

Niraj Patel