આલિયા ભટ્ટની મિમિક્રી કરીને આ છોકરીએ તો સેલેબ્સને પણ પોતાના દીવાના બનાવ્યા, આંખો બંધ કરીને અવાજ સાંભળશો તો આલિયા જ લાગશે, જુઓ વીડિયો

આ મિમિક્રી આર્ટિસ્ટે બનાવ્યો આલિયા ભટ્ટના વોઇસ ઉપર મિમિક્રી વીડિયો, જોઈને લાખો લોકો બની ગયા તેના ફેન, રણબીર પણ સાંભળી લેશે તો ઓળખી નહીં શકે, જુઓ

બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી આલિયા ભટ્ટ હાલ તેની પ્રેગ્નેન્સીને લઈને ખુબ જ ચર્ચામાં છે, થોડા દિવસ પહેલા જ તે કોફી વિથ કરન શોમાં પણ નજર આવી હતી અને ત્યાં ઘણી બધી એવી વાતો ઉપરથી તેને પડદો ઊંચક્યો જેને જાણીને ચાહકો પણ ખુબ જ હેરાન રહી ગયા હતા, પરંતુ આજે અમે તમને આલિયાની નહિ પરંતુ આલિયાની મિમિક્રી કરી રહેલી એક છોકરીની વાત કરવાના છીએ, જેને તમે આંખો બંધ કરીને સાંભળશો તો તમને ડિટ્ટો આલિયા ભટ્ટ જેવો જ અવાજ લાગશે.

કોફી વિથ કરન શોમાં આલિયા ભટ્ટ રણબીર કપૂર સાથેના લગ્ન વિશે વાત કરે છે. આલિયાની આ જ માય મેરેજ સિક્વન્સને એક મિમિક્રી આર્ટિસ્ટ દ્વારા રિક્રિએટ કરવામાં આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચાંદની નામના આ મિમિક્રી આર્ટિસ્ટના સોશિયલ મીડિયા પર 95000થી વધુ ફોલોઅર્સ છે. તેણે આલિયાની ‘માય મેરેજ’ સિક્વન્સને ફરીથી બનાવી અને વીડિયોને કૅપ્શન આપ્યું, ‘જે દિવસે કરણ જોહર લગ્ન કરશે… ઓહ, મારા લગ્ન?’

 

View this post on Instagram

 

A post shared by Chandni Mimic🧿 (@chandnimimic)

ચાંદનીનો આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. એક સોશિયલ મીડિયા યુઝરે આના પર કમેન્ટ કરી, ‘આ શોનો મારો ફેવરિટ ભાગ હતો અને હવે ચાંદનીનો ફેવરિટ વીડિયો મિમિક કરે છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘તમે આલિયા કરતાં પણ વધુ આલિયા છો.’ કોઈએ લખ્યું, ‘આલિયાના શરીરમાં  દયાભાભીની આત્મા ઘુસી ગઈ.” તો કોઈ લખ્યું, તમારો અવાજ આલિયા જેવો છે પણ હસવાનું દયાભાભી જેવું.”

 

View this post on Instagram

 

A post shared by Chandni Mimic🧿 (@chandnimimic)

ચાંદનીને બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની ડોપલગેન્જર ન કહેવાય, પરંતુ હા તે તેમની ખૂબ સારી નકલ કરે છે. ચાંદની આલિયા ભટ્ટનો અવાજ એવી રીતે કાઢે છે કે જો તમે તમારી આંખો બંધ કરીને તેનો અવાજ સાંભળો તો તમને લાગશે કે તમે ચાંદનીનો નહીં પણ આલિયા ભટ્ટનો અવાજ સાંભળી રહ્યાં છો.

 

View this post on Instagram

 

A post shared by Chandni Mimic🧿 (@chandnimimic)

ચાંદની તેના ઈન્સ્ટાગ્રામ પર આલિયા ભટ્ટના અવાજમાં તેના વીડિયો શેર કરતી રહે છે અને ફરી એકવાર તેણે વધુ એક વીડિયો શેર કર્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં ચાંદની ‘કોફી વિથ કરણ 7’ના પહેલા એપિસોડમાં આલિયા ભટ્ટના શબ્દોની નકલ કરતી જોવા મળે છે. આ શોમાં આલિયાએ વાત કરી હતી કે તેણે રણબીરને કેવી રીતે પ્રપોઝ કર્યું હતું. ચાંદનીએ આલિયાની આ જ વાતની નકલ કરી છે અને તેની નકલ કરી છે.

Niraj Patel