કરોડપતિ બાપની દીકરીને થઇ ગયો શાકભાજી વેચવા વાળા જોડે પ્રેમ, બંનેએ ઘર પણ છોડ્યું પરંતુ પછી થયું એવું કે….

શાકભાજી વાળાને દિલ આપી બેઠી કરોડપતિની દીકરી, પ્રેમની કહાની જાણીને પોલીસ અને પરિવારજનો રહી ગયા હેરાન

એવું કહેવાય છે કે પ્રેમમાં ક્યારેય અમીરી ગરીબી નથી જોવામાં આવતી અને પ્રેમ કોઈ બંધનોમાં પણ બધાંતો નથી. પરંતુ ઘણીવાર પ્રેમના એવા એવા કિસ્સાઓ સામે આવે છે જેને જાણીને કોઈને પણ આંચકો લાગી જાય. હાલ એવો જ એક મામલો ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે. જેમાં એક કરોડપતિ બાપની દીકરીને એક સામાન્ય શાકભાજી વેચવા વાળા જોડે પ્રેમ થઇ ગયો, પરંતુ પછી જે થયું તે ખરેખર હેરાન કરી દેનારું છે.

આ ચોંકાવનારી પ્રેમ કહાની સામે આવી છે બિહારના નવાદામાંથી. જેમાં એક કરોડપતિ બાપની દીકરીને શાકભાજી વેચવાવાળા સાથે પ્રેમ થઇ ગયો અને પ્રેમનો પરવાનો એ હદ સુધી ચઢી ગયો કે બંનેએ ઘર પણ છોડી દીધું. લગભગ એક મહિના પહેલા બંનેએ ભાગીને લગ્ન પણ કરી લીધા હતા. પરંતુ આટલું બધું થવા છતાં પણ તેમની ઈચ્છાઓ પર પાણી ફરી વળ્યું. ગત શુક્રવારના રોજ જયારે શાકભાજી વેચવા વાળાને પોલીસે ઝડપી લીધો ત્યારે આખો મામલો સામે આવ્યો હતો.

આ મામલામાં છોકરીના પિતાએ દીકરીનું અપહરણ થવાનો મામલો પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો. કેસ દાખલ થયા બાદ પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી હતી. જેમાં શુક્રવારના રોજ પોલીસે આ પ્રેમી જોડાને પકડી લીધા. પ્રાનુત જયારે પોલીસને આ મામલાની ખબર પડી ત્યારે તે પણ હેરાન રહી ગયા હતા. કારણ કે પોલીસને જાણવા મળ્યું કે છોકરીનું અપહરણ નહોતું કરવામાં આવ્યું પરંતુ તે યુવક સાથે પોતાની મરજીથી ગઈ હતી.

છોકરી સાથે ભાગી જનારો પ્રેમી શેખપુરાનો રહેવાસી છે. તેનું નામ સૂરજ કુમાર છે. તેને જણાવ્યું કે તે નવાદા સબ્જી મંડીમાં શકભાજી વેચવાનું કામ કરે છે. છોકરી તેની દુકાન પર રોજ શાકભાજી લેવા માટે આવતી હતી. ધીમે ધીમે બંને વચ્ચે વાતો થવા લાગી. જેના બાદ બંનેએ એકબીજાના મોબાઈલ નંબર પણ લઇ લીધા અને આ રીતે તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો. આખરે બંનેએ એક મહિના પહેલા જ ભાગીને લગ્ન કરી લીધા. પરંતુ આ ઘટનામાં વળાંક ત્યારે આવ્યો જયારે બંને પકડાયા ત્યારે માલુમ પડ્યું કે છોકરી નાબાલિક છે અને તેની ઉંમર ફક્ત 17 વર્ષની જ છે.

Niraj Patel