મનોરંજન

બાહુબલીનો ભલ્લાદેવ આખરે પરણી જ ગયો, લગ્નની ખુબસુરત તસ્વીરો આવી સામે..જુઓ PHOTOS

બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલીનાં ભલ્લાલ દેવ એટલે કે એક્ટર રાણા દગ્ગૂબાતીએ તેની મંગેતર મિહીકા બજાજની સાથે લગ્ન કરી લીધા છે. કોવિડ 19 મહામારીમાં આ લગ્ન થઇ ગયા છે જુઓ લગ્નની શાનદાર તસવીરોબાહુબલી ફિલ્મના ભલ્લાલદેવ, એટલે કે એક્ટર રાણા દગ્ગુબતીએ જ્યારથી તેના લગ્નની જાહેરાત કરી ત્યારથી જ તેમના ફેન્સમાં ખુશીઈ લાગણી છવાઈ ગઈ છે. હવે દગ્ગુબતી અને તેની મંગેતર મિહિકા બજાજ લગ્નગ્રંથિથી બંધાઈ ચુક્યા છે. આ બંનેના લગ્નની વિધિઓ પણ શરૂ થઈ ગઈ છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. રાણા દગ્ગુબતી અને મિહિકા બજાજ આજે લગ્નના બંધનમાં બંધાશે. તાજેતરમાં જ બંનેમાં હલ્દી અને મહેંદીનો સમારોહ હતો જની તસવીરો સામે આવી છે. હલ્દીની તસવીરો જે સામે આવી છે તેમાં મિહિકાએ પીળો રંગનો લહેંગા પહેરેલો છે. તેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ લહેંગા સાથે, મિહિકાએ કોડી બનેલા ઘરેણાંથી પહેરીને લુકને પૂર્ણ કર્યો છે. તો રાણા દુગ્ગુબતી વ્હાઇટ શર્ટ અને પરંપરાગત દક્ષિણ ભારતીય ધોતીમાં જોવા મળ્યો છે. આ સિવાય બંને મેહંદીની તસ્વીર પણ સામે આવી છે.બંને આ તસવીરોમાં પણ ખૂબ જ સુંદર છે. મહેંદીની તસવીરમાં મિહિકા બજાજ સેરેમની માટે તૈયાર જોવા મળી રહી છે. તેણે ગુલાબી રંગની લહેંગા પહેર્યો છે. આ સાથે તેણે મેચિંગ મોતી અને કુંદન જ્વેલરી પહેરી છે. લગ્નની આ ખુબસુરત તસવીરો સોશિયલ મીડિયા પર રાતોરાત વાયરલ થઇ ગઇ છે. લગ્નમાં રાણાનાં પિતા અને ફિલ્મ અભિનેતા સુરેશ બાબૂ, કાકા વેંકટેશ ઉપરાંત રાણાનાં મિત્રો રામ ચરણ, નાગા ચૈતન્ય, સમાન્થા અક્કિનેની સહિત ઘણાં નજર આવ્યા હતાં. તમને જણાવી દઇએ કે મિહિકા બજાજ એ અભિનેત્રી નથી પણ એક બિઝનેસ વૂમન છે અને તે તેનાં ક્ષેત્રમાં ઘણી જ સફળ છે. તેની ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશન અને ઇન્ટીરિયર ડિઝાઇનિંગની કંપની છે અને તેનું કામ ઘણાં વખાણે છે.