બૉલીવુડ અને સાઉથ ફિલ્મ જગતના દિલદાર અભિનેતા સોનુ સુદ આ મજુર લોકીની મદદ માટે આગળ આવ્યા છે અને તેઓને પોતાના ઘરે પહોંચાડવા માટેની કોશિશ કરી રહ્યા છે.
View this post on Instagram
કોરોનાની મહામારીને લીધે ઉત્તર પ્રદેશની સરકારે તમામ સીમાઓ સીલ કરી દીધી હતી. જો કે સોનુ સુદે તમામ પ્રકારની કોશિશો કર્યા પછી સરકાર પાસેથી પરવાનગી મેળવીને પ્રવાસી મજૂરોને ઘરે મોકલવા માટે બસની વ્યસવથા કરી હતી અને મુંબઈથી યુપી, બિહાર અને ઝારખંડ એમ ત્રણ રાજ્યો માટે બસને રવાના કરવામાં આવી હતી. આ દરમિયાન સોનુ સુદ દરેક નિયમોનું પાલન કરતા પણ જોવા મળ્યા હતા અને પોતાના ચેહરા પર માસ્ક પણ પહેરી રાખ્યું હતું.

એક્ટરે કહ્યું કે, ‘લોકો મને સતત ફોન કરી રહ્યા છે. કેટલાય લોકોને પોતાના વતન મોકલી રહ્યા છે. મને દિવસમાં દેશભરમાંથી 56 હજાર જેટલા મેસેજ આવે છે.
View this post on Instagram
એક કિસ્સા વિશે વાત કરતાં સોનૂએ કહ્યું કે, ’12 મેના દિવસે મેં દરભંગા એક ગ્રુપ મોકલ્યું હતું જેમાં બે ગર્ભવતી મહિલાઓ પણ હતી. તે લોકો ઘરે પહોંચી ગયા અને બે દિવસ પહેલા તેમાંથી એક મહિલાએ દીકરાને જન્મ આપ્યો. તેના પરિવારે મને ફોન કર્યો અને કહ્યું કે તેમણે તેમના દીકરાનું નામ મારા નામ પરથી સોનૂ સૂદ રાખ્યું છે. તેનું નામ સોનૂ શ્રીવાસ્તવ હોવું જોઈએ. પરંતુ તેમણે કહ્યું કે, ‘નહીં અમે છોકરાનું નામ સોનૂ સૂદ શ્રીવાસ્તવ રાખ્યું છે’. તે સ્વીટ હતું. મને ખુશી થઈ’.
View this post on Instagram
સોનૂએ કહ્યું કે, તેના દિવસની શરૂઆત ખૂબ વહેલી થઈ જાય છે. ‘અમે ક્યાં ઊંઘીએ છીએ? કેટલીકવાર તો હું સવારે 4 વાગ્યે ઊઠી જાઉ છું. અને મેસેજના રિપ્લાય કરૂં છું. રાજ્યપાલે મને ફોન કર્યો તે પણ મારા માટે મોટી વાત છે. તેમણે મારી કામગીરીના વખાણ કર્યા. તેમણે મને કોફી પીવા માટે પણ આમંત્રણ આપ્યું છું’.
View this post on Instagram
જણાવી દઈએ કે સોનુ સુદ પંજાબના ડોક્ટર્સને 1,500 પીપીઈ કીટ્સ પણ ડોનેટ કરી ચુક્યા છે. આ સિવાય રમજાનના મૌકા પર ભીવંડીના હજારો પ્રવાસીઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરી હતી. તેની પહેલા પણ સોનુ સુદ મુંબઈ સ્થિત પોતાની આલીશાન હોટેલ પણ મેડિકલ સ્ટાફને રહેવા માટે અને કોરોનાને લગતી અન્ય મદદ માટે ખુલ્લી કરી ચુક્યા છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.