હોટેલના લોબીમાં ગજબનો શરમ આવે એવો રોમાન્સ કરતો સ્ટાર કપલનો વીડિયો વાયરલ, જુઓ હરકતનો વીડિયો
બિગબોસ-15માં પ્રેમી પંખીડા માઇશા ઐય્યર અને ઈશાન સેહગલે તેમની રોમેન્ટિક કેમિસ્ટ્રી માટે ઘણી હેડલાઇન્સ બનાવી. શો દરમિયાન બંનેની ઈન્ટિમસીની ઘણી ચર્ચા થઈ હતી. ઇશાન અને માઇશા એકબીજાના પ્રેમમાં હતા, તેઓ ઘણી વખત શોમાં લગાવેલા કેમેરા ભૂલી ગયા હતા અને એકબીજા સાથે ઇન્ટિમેટ થતા જોવા મળ્યા હતા. ત્યારે હવે તેઓ ફરી એકવાર તેમના નવા વીડિયોને કારણે ચર્ચામાં આવી ગયા છે. આ દરમિયાન આ સ્ટાર કપલ ઇંટીમેેટ થતા જોવા મળ્યા હતા.
‘બિગ બોસ 15’માં ઈશાન સેહગલ અને માઈશા ઐય્યરે ઘણી લાઇમલાઇટ મેળવી હતી. શોમાં પ્રવેશતાની સાથે જ બંને ખૂબ જ ઝડપથી એકબીજા તરફ આકર્ષાયા અને થોડા જ દિવસોમાં બંનેએ એકબીજા પ્રત્યેનો પોતાનો પ્રેમ પણ જાહેર કરી દીધો. બિગબોસમાંથી બહાર આવ્યા પછી પણ, માઈશા અને ઈશાનની કેમેસ્ટ્રી જરાય ઓછી થઈ નથી. બંને એકબીજા સાથે ઘણો ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે.
વેકેશન પર જવાથી લઈને ડિનર ડેટ સુધી બંને દરેક જગ્યાએ સાથે જ હોય છે. આ બધાની વચ્ચે હવે માઈશા અને ઈશાનનો એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને ફેન્સ દંગ રહી ગયા. આ વીડિયોમાં બંને હોટલના કોરિડોરમાં નજીક આવતા જોવા મળે છે. માઇશા અય્યરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જે એકદમ રોમેન્ટિક છે. આ વીડિયોમાં માઈશા અને ઈશાનની શાનદાર કેમેસ્ટ્રીએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે માઈશા અને ઈશાન હોટલના કોરિડોરમાં ખૂબ જ રોમેન્ટિક જોવા મળી રહ્યા છે. લુકની વાત કરીએ તો, માઈશાએ સુંદર રેડ કલરનો વન-પીસ પહેર્યો છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે અને ઈશાન સેહગલ બ્લેક શર્ટ અને બ્લેક પેન્ટમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે. વીડિયોમાં માઇશા લાલ ડ્રેસમાં ગોર્જિયસ લુકમાં જોવા મળી રહી છે, જ્યારે ઈશાન ઓલ બ્લેક લુકમાં જોવા મળી રહ્યો છે.
વીડિયોની શરૂઆતમાં બંને એકબીજાનો હાથ પકડે છે અને પછી જેમ જેમ વીડિયો આગળ વધે છે તેમ તેમ બંનેની નિકટતા પણ વધતી જાય છે. વીડિયોમાં ઈશાન માઈશા સાથે રોમેન્ટિક અંદાજમાં ઈન્ટિમેટ થતો જોવા મળે છે અને માઈશા પણ ઈશાનના પ્રેમમાં ડૂબેલી જોવા મળે છે. બિગ બોસ 15 દરમિયાન ઈશાન અને માઈશાની લવ સ્ટોરી ફેક હોવાનું કહેવાય છે. પરંતુ શો છોડ્યા પછી પણ બંને એકબીજા સાથે છે અને ચાહકોને કપલ ગોલ આપી રહ્યા છે.
View this post on Instagram