મિચોંગ વાવાઝોડાથી સમુદ્ર બન્યુ ચેન્નાઇ, કાગળની જેમ વહી ગઇ કારો, ભારે વરસાદને કારણે હાલત ખરાબ

જ્યારે વહી ગઇ પાર્કિંગમાં પડેલી કારો, ચક્રવાત મિચોંગને કારણે ચેન્નાઇ આખુ પાણી-પાણી – જુઓ વીડિયો

ચક્રવાત મિચોંગનો કહેર, કાગળની હોળીની જેમ તણાઈ ગઇ કારો- જુઓ વીડિયો

દેશના દક્ષિણી ભાગોમાં ‘મિચોંગ’ વાવાઝોડાની અસર દેખાવા લાગી છે. જેના કારણે રાજધાની ચેન્નઈ સહિત તમિલનાડુના અનેક શહેરોમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. ભારે વરસાદને કારણે શહેર આખુ પાણી-પાણી થઇ ગયું છે. રસ્તાઓ પર પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે. આવી સ્થિતિમાં લોકોને અવર-જવરમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ચક્રવાત મિચોંગને કારણે ચેન્નાઇ આખુ પાણી-પાણી

એવું માનવામાં આવે છે કે તોફાન મિચોંગના કારણે બે દિવસો ખૂબ જ મુશ્કેલ દિવસો હોઈ શકે છે, આવી સ્થિતિમાં સરકારની સાથે સાથે વહીવટીતંત્ર પણ સંપૂર્ણ રીતે એલર્ટ છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં વાવાઝોડાની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. એરપોર્ટ, રેલવે સ્ટેશન, રસ્તાઓ પર માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ભારે પવન અને વરસાદને કારણે ફ્લાઈટ્સ પણ રદ

એરપોર્ટની અંદર પણ બધે જ પાણી છે, ભારે પવન અને ભારે વરસાદને કારણે ફ્લાઈટ્સ પણ રદ કરવામાં આવી છે. એરપોર્ટની અંદરનું દ્રશ્ય જોઈને કોઇ પણ અંદાજ લગાવી શકે કે વરસાદ અને પવનની ગતિ કેટલી હશે. અંદર પાર્ક કરેલી બસો પણ પાણીમાં જોવા મળી રહી છે, જ્યારે પ્લેનના પૈડા પણ પાણીમાં ડૂબી ગયા છે.

શહેરની પોશ કોલોનીઓની પણ હાલત ખરાબ

બીજી તરફ ચેન્નાઈના નીચાણવાળા વિસ્તારોની સાથે શહેરની પોશ કોલોનીઓની પણ હાલત ખરાબ છે. બિલ્ડિંગની ચારેબાજુ પાણી જ પાણી દેખાય છે. નજીકમાં પાર્ક કરેલી તમામ કાર પાણીમાં કાગળની હોડીની જેમ તરતી જોવા મળી રહી છે અને એકબીજા સાથે અથડાઈ પણ રહી છે. સ્થિતિને જોતા રાજ્ય સરકાર ફુલ એલર્ટ મોડ પર છે. NDRFની ઘણી ટીમો તૈનાત કરવામાં આવી છે જે લોકોની મદદ કરી રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા લોકોની મદદ માટે સરકારે ડિઝાસ્ટર કર્મચારીઓને તૈનાત કર્યા છે.

PM મોદી રાખી રહ્યા છે સ્થિતિ પર નજર

આ ઉપરાંત લોકો માટે રાહત કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા છે. સરકારે પ્રશાસનને જરૂરીયાતમંદ લોકોને તમામ સંભવ મદદ કરવા માટે સૂચનાઓ જારી કરી છે. બીજી તરફ ચેન્નાઈ હવામાનશાસ્ત્ર અનુસાર, ચેન્નાઈ, ચેંગલપટ્ટુ અને કાંચીપુરમ જિલ્લામાં વિશેષ ચેતવણી જારી કરવામાં આવી છે. લોકોને ઘરની બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે. સાથે જ પીએમ મોદી પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે અસરગ્રસ્ત રાજ્યોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.

Shah Jina