ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર: ગુજરાતમાં વરસાદને લઇને કરવામાં આવી આગાહી, આ તારીખે પડી શકે છે વરસાદ

વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં મૂકાયો છે, જયાં પાણીનો અભાવ હોય ત્યાં પાક સુકાઈ જવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2-3 દિવસ સુરત અને નવસારી સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. 5 જુલાઈથી હવામાનમાં પલટો આવ્યો છે.

6 જુલાઈએ સૂર્ય પૂનવર્સુ નક્ષત્રમાં આવતા વરસાદના સંજોગો ઉજળા બનશે અને વરસાદ આવશે. મહત્વનું છે કે જૂન મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો નથી જેને કારણે ગુજરાતમાં 29% જેટલી ઘટ જોવા મળી રહી છે.

સ્કાયમેટના અહેવાલ મુજબ રાજ્યભરમાં 15 જુલાઈ સુધી 20 સુધીમાં જોઇએ તેવો વરસાદ નથી દેખાઈ રહ્યો. રાજ્યમાં સૌથી વધુ વરસાદની ઘટ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળી છે. જ્યારે સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અત્યાર સુધીમાં પડ્યો છે.

વરસાદી સિસ્ટમ અરબી સમુદ્રમાં હાલ તો સક્રિય નથી થઈ. જેને કારણે ગુજરાતના ખેડૂતોને સારા વરસાદ માટે રાહ જોવી પડે તેવુ છે. ગુજરાતમાં ખરીફ સીઝનમાં ખેડૂતોએ અત્યાર સુધીમાં 25 લાખ હેક્ટર જમીનમાં વાવણી કરી દીધી છે.

જો હજુ પણ વરસાદ ખેંચાશે તો ખેડૂતોને પાક સુકાઈ જવાની ચિંતા સતાવી રહી છે. હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ ન બનતાં ચોમાસું રોકાઈ ગયું છે. પરંતુ 10મી જુલાઈ બાદ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં લો-પ્રેશર શરૂ થશે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યુ છે કે, રાજ્યમાં 9 જૂલાઈથી રાજ્યમાં વરસાદી ગતિવિધિ વધશે અને 9 થી 15 જૂલાઈ સુધી ઝાપટા સાથે હળવો વરસાદ થશે, તાપી અને ડાંગમાં પણ હળવા ઝાપટા પડી શકે છે.

હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે, આગામી 23 કલાકમાં રાજ્યમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ થશે. 13 જુલાઈથી 20 જુલાઈ સુધીમાં ગાજવીજ સાથે ગુજરાત-સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ હોવાનું હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું.

Shah Jina