રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની નવી આગાહી, અમદાવાદ અને સૌરાષ્ટ્રના લોકો જરૂર વાંચે

ગુજરાતમાં હવે આગળના 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત છે. ડાંગ, વલસાડ, દીવમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં છે. ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા સાઉથ ગુજરાતના સુરત અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જોકે, આવતી 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની નહીવત શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં વૉલ માર્ક પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ ચુકી છે જેના લીધે અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં લો પ્રેશરની અસર જોવા મળશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આમ જોઈએ તો છેલ્લા અઠવાડિયાથી રાજ્યમાં ભારે વરસા વરસી રહ્યો છે. ગુજરાતમાં અત્યારસુધી સિઝનનો 50 % વરસાદ પડી ચુક્યો ગયો છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક સુધી રાજ્યમાં વરસાદનું જોર રહેશે. 24 કલાક બાદ રાજ્યમાં ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે.

દક્ષિણ ગુજરાતના વલસાડમાં સૌથી વધુ 63 ઈંચ, નવસારીમાં 47 ઈંચ, નર્મદામાં 39 ઈંચ વરસાદ પડ્યો છે અને હવે બીજી બાજુ જોઈએ તો સૌરાષ્ટ્રમાં 14.44 ઈંચ સાથે મોસમનો 51 % વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં વરસાદની સ્થિતિ હજુ સામાન્ય છે. ઉત્તર ગુજરાતમાં 7.78 ઈંચ સાથે મોસમનો 27 % અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 13 ઈંચ સાથે મોસમનો 41 % વરસાદ વરસ્યો છે.

રાજ્યના 19 તાલુકા એવા છે જ્યાં બે થી પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે 90 તાલુકામાં પાંચથી દસ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. રાજ્યના 79 તાલુકામાં દસથી વીસ ઈંચ વરસાદ વરસ્યો હતો. તો 54 તાલુકામાં 20થી 40 ઈંચ અને 10 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

YC