લગ્નમાં DJના તાલ ઉપર ઝૂમી રહ્યા હતા લોકો, ત્યારે જ એક ભાઈ લઈને આવ્યો મહિલાને, પછી તેની સાથે ડાન્સ કરવા થઇ એવું માથાકૂટ કે, જુઓ વીડિયો

ડાન્સ ફ્લોર બદલાઈ ગયો યુદ્ધના મેદાનમાં, એક મહિલા આવી લગ્નમાં ડાન્સ કરવા અને બાખડી પડ્યા બે પુરુષો, જુઓ વીડિયો

કોઈપણ લગ્ન હોય એ ડાન્સ વગર અધૂરા જ માનવામાં આવે. લગ્ન ડાન્સ વગર ફીકા લાગે. સોશિયલ મીડિયામાં લગ્નના ડાન્સને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા રહે છે, જે લોકોને પણ ડાન્સ કરવા માટે મજબુર કરી દેતા હોય છે, ઘણીવાર ડાન્સ દરમિયાન માથાકૂટ પણ થતી જોવા મળતી હોય છે, હાલ સોશિયલ મીડિયામાં એવો જ એક ડાન્સ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક મહિલા ડાન્સ કરવા આવતા જ માથાકૂટ થતી જોવા મળી રહી છે.

લગ્નમાં પણ દરેકને ડાન્સનો ખૂબ શોખ હોય છે. પરંતુ વીડિયોમાં દેખાતા બે વ્યક્તિઓનો જુસ્સો આ બંને માટે મુસિબત બની ગયો હતો. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે લગ્નમાં એક મહિલા સાથે ડાન્સ કરવાના ચક્કરમાં બે લોકો ઝઘડી પડ્યા. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે દરેક લોકો ડાન્સ ફ્લોર પર ખૂબ જ મસ્તી સાથે ડાન્સ કરી રહ્યા છે અને પોતપોતાની ધૂનમાં એન્જોય કરી રહ્યા છે.

આ વીડિયો જોઈને તમે પણ લગ્નના ખુશનુમા વાતાવરણનો અંદાજ મેળવી શકો છો. પાર્ટી સોંગ પર બધાના પગ ધ્રૂજી રહ્યા છે. પરંતુ કદાચ આ બધાને પણ ખ્યાલ ન હતો કે આ લગ્નનો માહોલ થોડી જ ક્ષણોમાં યુદ્ધના મેદાનમાં ફેરવાઈ જવાનો છે. અચાનક એક મહિલા ડાન્સ ફ્લોર પર ડાન્સ કરવા આવે છે. તેને જોતા જ બે લોકો તેની સાથે ડાન્સ કરવા લાગે છે.

આ બાબતને લઈને બંને વચ્ચે દલીલો શરૂ થાય છે. કોને ખબર હતી કે આ ચર્ચા બહુ જલ્દી ઝપાઝપીમાં ફેરવાઈ જશે. બંને એકબીજાને મારવા લાગ્યા. કેટલાક લોકો બચાવ માટે સ્ટેજ પર ચઢતા પણ જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ એન્ટરટેઈન કરી રહ્યો છે. ઘણા લોકો પોતાનું હાસ્ય રોકી શકતા નથી અને કોમેન્ટમાં તેમની મજાક પણ ઉડાવી રહ્યા છે.

Niraj Patel