મહેસાણા : વતનમાં દર્શન કરવા જતી દંપતીને અકસ્માતમાં કાળ ભરખી ગયો, આટલા બધાના મોત થઇ ગયા, જુઓ
ગુજરાતમાંથી અકસ્માતોની ઘટનાનો સિલસિલો યથાવત છે. ત્યારે હાલમાં વિજાપુર રણછોડપુરા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી. જેમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો અને ત્રણ લોકોનાં મોત નિપજ્યાં. કલોલના વેપારી દંપતી વતન રાજસ્થાનમાં દર્શન કરવા જઇ રહ્યા હતા અને આ દરમિયાન જ અકસ્માત સર્જાયો. આ અકસ્માતમા કારમાં સવાર દંપતી સાથે ડ્રાઇવરનું પણ મોત નિપજ્યું હતુ.
હાલ તો આ મામલે વિજાપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી. ટ્રક સાથે કાર ઘુસી જતાં ત્રણનાં મોત નિપજ્યાં હતા. અકસ્માતને પગલે મહેસાણાનો વિજાપુર હાઈવે રક્તરંજિત થયો હતો. વહેલી સવારે વિજાપુર રણછોડપુરા ચોકડી પાસે અકસ્માત થયેલી ટ્રક સાથે કારનો અકસ્માત થતા કલોલના અને મૂળ રાજસ્થાની વેપારીની કારને અકસ્માત નડ્યો અને ટ્રકમાં કાર ઘુસી જતા કારમાં સવાર દંપતીની સાથે ડ્રાઈવરનું પણ ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણ થતા પોલિસ પણ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. છેલ્લા બે દિવસમાંથી ગુજરાતમાંથી ઘણી અકસ્માતની ખબરો સામે આવી છે. રવિવારે સાંજે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર એક 14 વર્ષનો ટેણિયો કે જે તેના મિત્રોને કારમાં બેસાડી 100થી વધુની સ્પીડે નીકળ્યો અને રીલ્સ ઉતારવાની લ્હાયમાં તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો.બાદ કાર સીધી જ ઝાડ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારચાલક સહિત તેના મિત્પરો ઇજાગ્રસ્ત થયા હતા.