વડનડગરમાં યુવકને સગાઈ બાદ ખબર પડી કે તેની મંગેતરના અન્ય યુવક સાથે સંબંધો છે, પછી મંગેતરના પ્રેમીએ આપ્યું દબાણ અને ભાવિ પતિએ આપ્યો જીવ

મહેસાણામાં ફિયાન્સીને બીજા યુવક સાથે રંગરેલિયા મનાવવાના સંબંધો હતા તો ભાવિ પતિને ખબર પડી ગઈ ને પછી તો…..

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી આપઘાતના ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં ઘણા લોકો આર્થિક તંગીના કારણે આપઘાત કરતા હોય છે તો ઘણા લોકો પ્રેમમાં નાસીપાસ થવાના કારણે પણ પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. હાલ એવી જ એક ઘટના વડનગરમાંથી સામે આવી છે. જ્યાં એક યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડનગરમાં પાંચ માસ પહેલા એક યુવકે આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું, જેની તપાસ દરમિયાન હાલ ચોંકાવનારો ખુલાસો થયો છે.આ મામલામાં પોલીસ તપાસ દરમિયાન ઘણી ચોંકાવનારી હકીકત સામે આવી છે. જેમાં સામે આવ્યું છે કે યુવક ઉપર સગાઈ તોડવાને લઈને દબાણ કરવામાં આવતું હતું જેના કારણે યુવકે આપઘાત કર્યો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

ત્યારે હવે આ મામલામાં વડનગર પોલીસ સ્ટેશનમાં ચાર યુવકો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર વડનગરના શાહપુરમાં રહેતા 19 વર્ષીય વિપુલ ઠાકોર નામના યુવાનની સગાઈ વિસનગરમાં રહેતી એક યુવતી સાથે કરવામાં આવી હતી. આ યુવતીની સગાઈની વાત પહેલા અન્ય એક યુવક સાથે ચાલતી હતી જેના કારણે તે યુવક અને તેના મિત્રો ભેગા થઈને વિપુલને સગાઈ તોડવા માટે આડકતરી રીતે દબાણ કરતા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

આ ચારેય લોકો વિપુલને માનસિક ત્રાસ પણ આપતા હતા. જેના બાદ વિપુલે એક સુસાઇડ નોટ લખીને વડનગર ખાતે આવેલા તાનારીરી ગાર્ડન પાસેની ઝાડીઓમાં ઝેરી દવા ગટગટાવી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. જયારે પરિવારને આ મામલાની જાણ થઇ ત્યારે તે પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાંથી તપાસ દરમિયાન યુવાનની બેગમાંથી તેમને એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી.

આ સુસાઇડ નોટમાં નામ અધૂરા હોવાના કારણે પોલીસે વિગતવાર વધુ તપાસ હાથ ધરી હતી અને સુસાઇડ નોટને હસ્તાક્ષર નિષ્ણાતને પણ સોંપવામાં આવી હતી. જેમાં હાલ પોલીસને યુવકને આપઘાત માટે મજબુર કરનાર ચારેય યુવકોના નામ સરનામાં મળી આવ્યા હતા. પોલીસે આ ચારેય લોકો વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

Niraj Patel