વાહ રે વાહ…વિક્કી કૌશલ 6 સાળીઓના જીજા બનશે, કોઇ મેથેમેટિક્સ સ્કોલર તો કોઇને મળ્યો બોલિવુડમાં બ્રેક

કેટરીનાની માં બ્રિટિશ, પપ્પા કાશ્મીરી…વિકી કૌશલને મળશે 6- 6 સુંદર સાળીઓ- જુઓ PHOTOS

બોલિવુડમાં પોતાની સાખ જમાવી ચૂકેલી કેટરીના કૈફને આજે કોઇ ઓળખની જરૂર નથી. 17 વર્ષ પહેલા 2003માં બોલિવુડમાં પગ મૂક્યા બાદ કેટરીનાના જીવનમાં ઘણા ચઢાવ-ઉતાર આવ્યા છે પરંતુ તેણે તેની મહેનત જારી રાખી હતી. આજે તે બોલિવુડની A લિસ્ટ અભિનેત્રીઓમાં સામેલ છે. અભિનેત્રીની પ્રોફેશનલ લાઇફથી બધા વાકેફ છે પરંતુ તેની પર્સનલ લાઇફમાં તેના પરિવારના સભ્યો વિશે ઘણા ઓછા લોકો જાણે છે. કેટરીના જેમ તેની 6 બહેનો અને એ ભાઇ પણ પ્રતિભાશાળી છે.

બોલિવૂડ સ્ટાર્સ વિક્કી કૌશલ અને કેટરીના કૈફ આ દિવસોમાં તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ આ બંનેના અંગત જીવનમાં ઘણો રસ લઈ રહ્યા છે અને દરેક વિગતો જાણવા માંગે છે. લગ્નના સમાચાર વચ્ચે કેટરિના કૈફનો પરિવાર હાલમાં રાજસ્થાનના સવાઈ માધોપુરમાં જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ કેટરીના કૈફના આ ભાઈ-બહેનો વિશે જાણવા માંગે છે. કેટરીના કૈફનો જન્મ હોંગકોંગમાં થયો હતો. કેટરિના મૂળ બ્રિટિશ અભિનેત્રી છે.

કેટરિનાના પિતા મોહમ્મદ કૈફ કાશ્મીરી છે જ્યારે તેની માતા સુઝેન ટર્કોટ બ્રિટિશ છે. લંડન આવતા પહેલા કેટરિના કૈફ ઘણી જગ્યાએ મોટી થઈ હતી. રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવાય છે કે કેટરીનાનો પરિવાર ઘણો મોટો છે. કેટરિના કૈફને સાત ભાઈ-બહેન છે. જેમાં તેની છ બહેનો અને એક મોટા ભાઈનો સમાવેશ થાય છે.

જો કે કેટરિના કૈફ તેની એક બહેન ઈસાબેલ સાથે ભારતમાં રહે છે, તે રજાઓ દરમિયાન અભિનેત્રી મેળવવા માટે પરિવાર સાથે સમય વિતાવવા ઘણી વાર લંડન જાય છે. પરંતુ આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે કેટરીનાના લગ્ન માટે તેનો પરિવાર ભારત આવ્યો છે, જેમાં તેની માતા સાથે તેની 6 બહેનો અને 1 ભાઈ છે. તેના માતા-પિતાના છૂટાછેડા થયેલા છે.

કેટરિના કૈફ નાની હતી ત્યારે તેના માતા-પિતા અલગ થઈ ગયા હતા. જે બાદ કેટરીના અને તેના ભાઈ-બહેનોનો ઉછેર તેની માતાએ કર્યો હતો. એવું કહેવાય છે કે છૂટાછેડા પછી તેના પિતા યુએસએ શિફ્ટ થઈ ગયા હતા અને કેટરીના તેને ફરી ક્યારેય મળી નથી. ઘણા પ્રસંગોએ, કેટરીનાએ તેની માતા વિશે કહ્યું છે કે તે આજે જ્યાં છે તે તેના કારણે છે.

રિપોર્ટ અનુસાર, અભિનેત્રીને 3 મોટી બહેનો છે જ્યારે 3 તેના કરતા નાની છે અને એક તેનો મોટો ભાઈ છે. સ્ટેફની ટર્કોટ તેની સૌથી મોટી બહેન છે, તે તદ્દન અંતર્મુખી વ્યક્તિ હોવાનું કહેવાય છે. તેના ભાઈ વિશે વાત કરો, સેબેસ્ટિયન ટર્કોટ પરિવારનું બીજું બાળક છે. તે ફર્નિચર ડિઝાઈનર અને એડવેન્ચરનો ચાહક છે.

કેટરિનાની ત્રીજી બહેન ક્રિસ્ટીન ટર્કોટ ગૃહિણી છે જ્યારે તેની બીજી બહેન જ્વેલરી ડિઝાઇનર છે. તેની ચોથી બહેન મેલિસા ટર્કોટ પણ તેના વ્યવસાયમાં નિષ્ણાત છે, જ્યારે ઇસાબેલ કૈફ એક મોડલ છે અને આ દિવસોમાં તે બોલીવુડમાં પદાર્પણ કરવા માટે સખત મહેનત કરી રહી છે. તેમજ કેટરીનાની સૌથી નાની બહેન સોનિયા ફેશન ફોટોગ્રાફર છે.

કેટરીનાની કારકિર્દીની શરૂઆત 14 વર્ષની ઉંમરે મોડલિંગથી થઈ હતી. મોડલિંગ દરમિયાન તેને ફિલ્મ ‘બૂમ’ (2003)માં કાસ્ટ કરવામાં આવી હતી. આ પછી તેણે ઘણી બ્રાન્ડ્સને એન્ડોર્સ પણ કરી. તેણે તેલુગુ ફિલ્મ ‘મલ્લીસ્વરી’માં પણ કામ કર્યું હતું. આ પછી તે ફિલ્મ ‘સરકાર’માં પણ જોવા મળી હતી પરંતુ મુખ્યત્વે તેને ફિલ્મ ‘મૈંને પ્યાર ક્યૂં કિયા’ (2005) થી મોટો બ્રેક મળ્યો જેમાં તેનો હીરો સલમાન ખાન હતો. આ ફિલ્મ પછી તેનું નામ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં સામેલ થઈ ગયું.આ પછી કેટરીનાએ અત્યાર સુધી ઘણી મોટી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

આખી બૉલીવુડ ઇન્ડસ્ટ્રી અને ફેન્સમાં એક્ટ્રેસ કેટરીના અને વિકીના લગ્નને લઈને સર્વત્ર ખુશીનો માહોલ છે. પોતાના ફેવરિટ સ્ટાર્સને એક થતા જોવા માટે ચાહકોનો ઉત્સાહ પણ સાતમા આસમાને છે. સાથે જ લગ્નને તૈયારીઓને લઇને વિવિધ ચર્ચાઓ થતી જોવા મળી રહી છે.

બંને એક્ટર પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે કોઈ કસર બાકી રાખી રહ્યાં નથી. હવે તાજા અહેવાલો અનુસાર કેટરિના પણ પ્રિયંકા ચોપરાને અનુસરશે. તે ભારતીય પરંપરા અને ક્રિશ્ચિયન વિધિથી પણ લગ્ન કરશે. બંને યુગલ પહેલા ભારતીય હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરશે અને પછી ક્રિશ્ચિયન વિધિથી લગ્ન કરશે. બંને કલાકારોએ ભારતીય અને પશ્ચિમી શૈલીના લગ્ન માટે થીમ પણ ફાઈનલ કરી છે. લગ્નની થીમ પ્રમાણે અલગ-અલગ ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે બંને કપલના લગ્નને લઇ ઘણી ખબર સામે આવી હતી એમાં પ્રાઇવેસીનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ પ્રાઇવસી પાછળનું કારણ સામે આવ્યું છે. વિક્કી અને કેટના આ લક્ઝુરિયસ મેરેજની બધી જ ડીટેલ ફેન્સને જોવા મળશે પરંતુ બધા વ્યુ ફેન્સે એક OTT પ્લેટફોર્મને આપવા પડશે. હા OTT પ્લેટફોર્મથી વિક્કી અને કેટરીનાના લગ્નને લઇ ડીલ થઇ છે જે અંગે એટલી પ્રાઇવેસીનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જેથી કોઈ પણ ફોટા અથવા વિડીયો વાયરલ નહિ થાય.

એક મીડિયા રિપોર્ટ મુજબ, વૈભવી લગ્નનું ટેલિકાસ્ટ રાઇટ્સ એમેઝોન પ્રાઈમને વેચી દીધા છે. આ ડીલ 80 કરોડમાં ફાઇનલ થઇ છે. આ ડીલના કારણે કેટરીના અને વિક્કીએ પોતાના ગેસ્ટ પાછળ એનડીએ સાઈન કરાવ્યું છે જેથી OTT પ્લેટફોર્મ પહેલા કોઈ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ નહિ થાય. જો કે આ સાચું ન પણ હોય.

તમને જણાવી દઈએ કે એનડીએમાં ગેસ્ટની પ્રાઈવસી જાળવવા માટે કોઈ પણ જગ્યાએ થી કોઈપણ પ્રકારની તસ્વીર તથા વીડિયો લીક કરવાની ચોખ્ખી મનાઈ કરવામાં છે. ગેસ્ટ સાથે એક નોંધ શેર કરી. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે અમે તમને બધાને વિનંતી કરીએ છીએ કે તમે તમારા ફોન તમારા રૂમમાં રાખો અને આખી ઇવેન્ટ સમયે કોઈપણ ફોટા પોસ્ટ કરશો નહીં

અથવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશો નહીં. આ લક્ઝુરિયસ લગ્નમાં Approx 120 મહેમાનો હાજરી આપવાના છે. વિકી અને કેટરિના સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. મંગળવારે રાત્રે વિકી અને કેટરીનાનું મહેંદી ફંક્શન યોજાયું હતું. આ ફંક્શનમાં બંને પરિવારોએ સાથે મળીને ઘણી એન્જોય કરી હતી.

તમને જણાવી દઈએ કે આજે એટલે કે 8 ડિસેમ્બર સવારે હલ્દી સેરેમની અંદાજે દોઢેક કલાક ચાલી હતી.. પછી અલગ અલગ કાર્યક્રમ રહેશે. રાત્રે ડિનર બાદ આફ્ટર પાર્ટી શરૂ થશે. માનવામાં આવે છે કે આજે બોલીવુડના ખિલાડી અક્ષય કુમાર, કરન જોહર, ઋતિક રોશન, શાહરુખ ખાન, અનુષ્કા શર્મા-વિરાટ કહોલી જેવાં સેલેબ્સ આવી શકે છે. સવાઈ માધોપુરમાં હોટલ તાજમાં અક્ષય કુમારના સ્ટેની વ્યવસ્થા કરવામાં આવી છે, તો શાહરુખ-વિરાટ-ઋતિક માટે હોટલ ઓબેરોયમાં બુકિંગ છે.

Shah Jina