નશામાં ધૂત ટ્રક ચાલકે કારને 2 કિલોમીટર સુધી ઘસેડી, જેને પણ જોયો નજારો તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ… વાયરલ થયો વીડિયો, જુઓ

દારૂના નશામાં ટલ્લી થઇ ગયેલા ટ્રક ડ્રાઈવરે કારને મારી જબરદસ્ત ટક્કર, અંદર હતા 4 યુવકો, કેટલાય કિલોમીટર સુધી કારને ઘસેડી… જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

દેશભરમાં અકસ્માતની ઘણી ઘટનાઓ બની રહી છે. જેમાં ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે તો ઘણા અકસ્માતમાં કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થતા હોય છે. મોટાભાગના અકસ્માત લોકોની બેફિકરાઈ અને નશામાં હોવાના કારણે પણ સર્જાતા હોય છે, કેટલીકવાર અકસ્માતની ઘટનાઓ કેમેરામાં કેદ થઇ જાય છે અને તેના વીડિયો વાયરલ થતા જ આપણા પણ રૂંવાડા ઉભા થઇ જતા હોય છે.

હાલ એવા જ એક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેને લોકોના કાળજા પણ કંપાવી દીધા છે. મેરઠના પરતાપુરમાં CO બ્રહ્મપુરી ઓફિસની સામે એક નશામાં ધૂત ટ્રક ચાલકે કારને ટક્કર મારી અડફેટે લઈને 2 કિલોમીટર સુધી ઘસેડી હતી. માહિતી મળતા પરતાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ હાથ ધરી હતી.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પરતાપુર પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. પોલીસનું કહેવું છે કે કેસ નોંધીને કડક કાર્યવાહી કરવામાં આવશે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ટ્રક કારને ખરાબ રીતે ઘસેડીને આગળ વધી રહી છે.

રસ્તા પર રહેલા લોકો બૂમો પાડીને તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ બધું વ્યર્થ હતું. કારમાં બેઠેલા 4 યુવકોએ કોઈક રીતે કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પોલીસ એક્શનમાં આવી ગઈ અને કોઈક રીતે ડ્રાઈવરને રોક્યો અને તેને કસ્ટડીમાં લીધો.

આ ઘટના મેરઠના પરતાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. આરોપી ડ્રાઈવર રિથાનીથી કારને પરતાપુર પોલીસ સ્ટેશન નજીક ખેંચીને લઈ ગયો હતો. કન્ટેનર ચાલક એટલો નશામાં હતો કે તે કંઈ સમજી શક્યો ન હતો. કારમાં સવાર યુવકોએ કોઈક રીતે કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. જોકે, આ પછી પણ નશામાં ધૂત ડ્રાઈવર રોકાયો ન હતો અને કારને આગળ ખેંચતો રહ્યો હતો. તેનો જીવ બચાવવા યુવકને નાની મોટી ઈજાઓ થતાં તેને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જ્યારે આરોપી ડ્રાઈવરને પોલીસે કસ્ટડીમાં લઈ કન્ટેનર કબજે કરી લીધું છે.

Niraj Patel