મુસ્લિમ યુવતી સાથે દીપકને થયો પ્રેમ, પછી થયું એવું કે આપઘાત કરવા બન્યો મજબુર, સ્ટેટ્સ લખ્યું, “મૌલાના અને નસીમને….”, જાણો સમગ્ર મામલો

ભણેલા ગણેલા MBAના વિદ્યાર્થી દીપકે આપઘાત કરતા પહેલા સ્ટેટ્સ લખ્યું, “મૌલાના અને નસીમને….” રૂંવાટી ઉભી કરી દે એવી ઘટના

ગુજરાત સમેત દેશભરમાં આપઘાતના ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણા કિસ્સાઓમાં લોકો આર્થિક તંગીના કારણે આપઘાત કરી લેતા હોય છે, તો ઘણીવાર પ્રેમ પ્રસંગોના કારણે આપઘાત કરી લેતા હોય છે, તો કોઈ માનસિક તાણમાં આવીને જીવન ટૂંકાવી લેતું હોય છે. ત્યારે હાલ એવો જ એક રૂંવાડા ઉભા કરી દેનારો મામલો સામે આવ્યો છે, જ્યાં એક હિન્દૂ યુવકે મુસ્લિમ યુવતીના પ્રેમમાં પોતાનું જીવન ત્યજી દીધું.

(પ્રતીકાત્મક તસવીર)

આ રૂંવાડા ઉભા કરી દેનારો મામલો સામે આવ્યો છે ઝારખંડના રાંચીમાંથી. જ્યાં બેવફાઈનો શિકાર બનેલા પ્રેમીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું. મીડિયા રિપોર્ટ અનુસાર યુવક એક એવી યુવતીના પ્રેમમાં હતો જે તેને છોડીને ચાલી ગઈ હતી. આરોપ છે કે તેને પરત લાવવા માટે યુવકે ખુબ જ પ્રયાસો કર્યા, પાણીની જેમ પૈસા વહાવીને તંત્રમંત્ર વશીકરણ પણ કર્યું. તે છતાં પણ યુવતીએ ભાવ ના આપ્યો અને માનસિક તણાવમાં આવીને યુવકે વૉટ્સએપ પર સ્ટેટ્સ લખ્યા બાદ ગત બુધવારના રોજ પોતાનો જીવ આપી દીધો.

(પ્રતીકાત્મક તસવીર)

પોલીસે જણાવ્યું કે આ ઘટના સુખદેવ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના પહાડી મંદિરની નીચે ચૂનાના ભઠ્ઠાની છે. યુવક અહીં ભાડાના મકાનમાં રહેતો અને એમબીએનો અભ્યાસ કરતો હતો. યુવકની ઓળખ બુધમુ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમેદાંડાના રહેવાસી દીપક તરીકે થઈ છે. તેના પિતા અનિલ સિંહે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, દીપક ખલારીમાં રહેતી એક યુવતીના પ્રેમમાં હતો. પરંતુ છેલ્લા દિવસોમાં યુવતીને બેંગ્લોરમાં નોકરી મળી અને તેણે દીપકથી દૂરી બનાવી લીધી. જેના કારણે દીપક ડિપ્રેશનમાં સપડાઈ ગયો હતો. તેણે તેને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ તે માન્યો નહીં અને અંતે તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.

મૃતક દીપકે ગળે ટુંપો ખાતા પહેલા વોટ્સએપ પર સ્ટેટસ મૂક્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે તેને દગો માત્ર તેની પ્રેમિકાએ જ નહિ પરંતુ મિત્રોએ પણ આપ્યો હતો. તેણે તેના મિત્રોના નામે લખ્યું કે ‘ગુડબાય મિત્રો… મૌલાના, નસીમને યાદ રાખજો.’. તેની ગર્લફ્રેન્ડના ગયા પછી, તેના એક મિત્ર નસીમે વશિકરણ મંત્રનો ઝાંસો આપ્યો અને તેને એક મૌલાના સાથે પરિચય કરાવ્યો. ત્યારબાદ આ બંનેએ દીપકને ચુંગાલમાં ફસાવી તેની પાસેથી ઘણા પૈસા લૂંટી લીધા હતા. દીપકે  પોતાની બાઇક પણ વેચી દીધી. યુવકના પિતાની ફરિયાદના આધારે પોલીસે કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. તેમણે આ લોકો પણ દીકરાના ધર્મ પરિવર્તન કરાવવા દબાણ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

Niraj Patel