ચા વેચીને પ્રફુલ બિલ્લોરેએ ખરીદી લીધી 1 કરોડ જેટલી કિંમતની મર્સીડીઝ-Benz SUV, જાણો કિંમતથી લઈને ટોપ સ્પીડ

MBA ચા વાળાએ ખરીદી લકઝરી Mercedes GLE, 9 ગિયર સાથે જબરદસ્ત ફીચર્સથી લેસ છે SUV

જે લોકોને ખરેખર મહેનત કરવી છે તે લોકો ક્યારેય પાછું વળીને નથી જોતા અને આપણી સામે પણ ઘણા એવા ઉદાહરણો છે જેમણે નાના પાયે ભલે શરૂઆત કરી હોય, પરંતુ આજે તે દુનિયાભરમાં પોતાના કામથી એક મોટું નામ બની ગયા છે. એવા જ એક વ્યક્તિનું નામ છે પ્રફુલ બિલ્લોરે. જેને આજે આખી દુનિયા MBA ચાયવાલા તરીકે ઓળખે છે અને આજે તેની કંપની કરોડોનું ટર્ન ઓવર કરનારી કંપની પણ બની ગઈ છે.

પ્રફુલ સતત ચર્ચામાં રહેતો હોય છે, ત્યારે હાલમાં જ તે ફરીવાર ચર્ચામાં આવ્યો છે. ચર્ચા તેની ચાની નથી પરંતુ તેની લક્ઝરી કારની છે, જે તેણે ચા વેચીને કમાયેલા પૈસાથી ખરીદી છે. પ્રફુલ બિલ્લોરે તાજેતરમાં Mercedes-Benz SUV લક્ઝરી કારરીદી છે, જેની તસવીરો અને વિડિયો તેણે તેના Instagram એકાઉન્ટ પર શેર કર્યો છે. લક્ઝરી કાર સાથેની તસવીરો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું કે, “ભગવાનના આશીર્વાદ, પરિવારનો સાથ, દરેકની મહેનત અને દુનિયાભરના લોકોનો પ્રેમ અને આશીર્વાદ. આજે મર્સિડીઝ GLE 300D ઘરે નવા મહેમાન તરીકે આવી હતી. ભગવાન બધાને ખૂબ પ્રગતિ આપે.”

પ્રફુલ્લ બિલ્લોરે સૌપ્રથમ ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદની બહાર ચાનો સ્ટોલ શરૂ કર્યો અને આજે તેમની પાસે દેશભરમાં 200થી વધુ આઉટલેટ્સ છે. મોટાભાગના લોકો એમબીએ કોર્સ સાથે તેમની પેઢીનું નામ જોડે છે, પરંતુ એવું નથી. તેમની પેઢીમાં MBA નો અર્થ ‘મિસ્ટર બિલોર અમદાવાદ’ છે. પ્રફુલે આ લક્ઝરી એસયુવીની ડિલિવરીનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે.

Mercedes-Benz GLE એ બ્રાન્ડની સૌથી વધુ વેચાતી લક્ઝરી એસયુવીમાંની એક છે. ભારતીય બજારમાં તેની કિંમત રૂ. 88 લાખથી શરૂ થાય છે અને વિવિધ પ્રકારોના આધારે રૂ. 1.05 કરોડ સુધી જાય છે. આ મર્સિડીઝ એસયુવી ત્રણ વેરિઅન્ટમાં આવે છે, જેમાં 300d, 400d અને 450d પેટ્રોલનો સમાવેશ થાય છે. તેમાં 3.0-લિટર ક્ષમતાનું છ-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે, જે 435 bhpનો પાવર જનરેટ કરે છે, જ્યારે ડીઝલ વેરિઅન્ટમાં 2.0-લિટર એન્જિન છે જે 245 bhpનો પાવર જનરેટ કરે છે. આ ઉપરાંત, આ SUV 3.0-લિટર ડીઝલ એન્જિન સાથે પણ આવે છે જે 330 bhpનો પાવર જનરેટ કરે છે. આ એન્જિન 9-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.

આ SUVની કિંમત જેટલી છે, તેમાં એડવાન્સ ફીચર્સ પણ સામેલ કરવામાં આવ્યા છે. સલામતીની દ્રષ્ટિએ તે 9 એરબેગ્સ, Apple CarPlay અને Android Auto કનેક્ટિવિટી, પેનોરેમિક સનરૂફ, 360-ડિગ્રી કેમેરા, બર્મેસ્ટર સાઉન્ડ સિસ્ટમ, ચાર-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, એર સસ્પેન્શન અને પાર્કિંગ સહાય મેળવે છે. MBA ચાયવાલા એટલે કે પ્રફુલ્લ બિલ્લોરની નેટવર્થ લગભગ 4 કરોડ રૂપિયા છે. તેઓ ભારતના 22 મોટા શહેરોમાં અને લંડનમાં આઉટલેટ ધરાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Prafull Billore (@prafullmbachaiwala)

Niraj Patel