ખબર

ATS નો મોટો ખુલાસો: અમદાવાદ જમાલપુરની મસ્જિદમાંથી આટલું મળ્યું…કિશન ભરવાડની હત્યામાં મોટો ખુલાસો

કિશન ભરવાડ હત્યાકાંડની અંદર પોલીસ અને ATSની તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. આ મામલામાં તપાસ કરી રહેલી ગુજરાત ATSની ટીમ મૌલવી ઐયુબને લઈ અમદાવાદ જમાલપુરની મસ્જિદ પર પહોંચી હતી. જ્યાં મસ્જિદમાંથી ભડકાઉ લખાણ લખેલું પુસ્તક ઉપરાંત એરગન મળી આવ્યા હતા. જમાલપુરની મસ્જિદમાં કિશન ભરવાડની હત્યાનું આખું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત તપાસ ટીમે રિયાઝ હોટલ પાસે આવેલા મૌલાનાના ઘરની પણ તપાસ કરી હતી. જ્યાંથી મૌલાના ઐયુબે લખેલું પુસ્તક પણ કબ્જે કર્યું હતું. આ ઉપરાંત ફાયરિંગની પ્રેક્ટિસ માટે લાવેલી એરગન પણ કબ્જે કરી હતી. મૌલવી ઐયુબ સાથે દિલ્હીના મૌલાનાને સાથે રાખી મસ્જિદ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

ત્યારે આ મામલામાં એક નવી હકીકત પણ હવે સામે આવી છે. મીડિયા રીપોર્ટ અનુસાર વર્ષ 2002માં મૌલાના ઐયુબ ઉપર ગાંધીનગરમાં હુમલો થયો હતો જેના બાદ મૌલાનાએ તેણીઓ બદલો લેવા માટે આમ કર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૌલાના ઐયુબે જે પુસ્તક લખ્યું છે તેનું નામ “જઝબાતે શહાદત” છે.

ત્યારે હવે આ પુસ્તક પણ શંકાના ઘેરામાં આવી ગયું છે. હવે ગુજરાત એટીએસની ટીમ આ પુસ્તકને લઈને પણ તપાસમાં લાગી ગઈ છે અને આ પુસ્તકમાં શું લખ્યું છે ? આ ઉપુસ્તકમાં કોઈ વિવાદિત લખાણ છે કે નહીં ? તે અંગેની પણ તપાસ કરશે. કિશન હત્યાકાંડમાં અત્યાર સુધી દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માની સહીત 6 આરોપીઓને ઝડપી લીધા છે. આ તમામ આરોપીઓને ધંધૂકા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમની વધુ પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડ ATS તરફથી માંગવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટ દ્વારા 7મી ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર આ પુસ્તકનું વિમોચન ગત ડિસ્મેબર મહિનામાં કરવામાં આવ્યું હતું. ત્યારે આ પુસ્કતના વિમોચન પ્રસંગે ઉસ્માની અને શબ્બીર પણ હાજર હતા. ઉલ્લેખનીય છે કે દિલ્હીથી ઝડપાયેલા મૌલાના કમરગની ઉસ્માનીએ પોલીસ પૂછપરછમાં ઘણા જ ચોંકાવનારો ખુલાસાઓ પણ કર્યો હતો. મૌલાનાએ કબૂલ્યું હતું કે તે પાકિસ્તાન સાથે સંબંધ ધરાવે છે. આ ઉપરાંત તે સંગઠન દાવત-એ-ઈસ્લામી સાથે જોડાયેલો છે. તેની આ સંસ્થા પાકિસ્તાનના કરાંચીમાં આવેલી છે અને અમદાવાદ સહિત દેશ અને દુનિયામાં આ સંસ્થા ચાલી રહી છે.