મકાઈ ડોડા બાદ હવે સ્ટ્રોબેરી ઉપર પણ થઇ રહ્યો છે અત્યાચાર, આ ભાઈ સ્ટ્રોબેરીને એવી રીતે વેચે છે કે વીડિયો જોઈને તમે પણ માથું પકડી લેશો

સોશિયલ મીડિયા ઉપર ફૂડ બ્લોગરના ઘણા બધા વીડિયો રોજ રોજ વાયરલ થતા હોય છે, ઘન વીડિયોની અંદર ફૂડ બ્લોગર એવી એવી વાનગીઓ બતાવતા હોય છે કે તે ભાગ્યે જ આપણે જોઈ હોય, તો ઘણા લોકો વાનગીઓમાં પણ અખતરા કરતા હોય છે. ખાસ કરીને આપણે મકાઈ ડોડા ઉપર અવનવા અખ્તર થતા જોયા હશે, પરંતુ હાલ એક એવો જ અખતરો સ્ટ્રોબેરી ઉપર કરવામાં આવ્યો છે અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક વ્યક્તિ સ્ટ્રોબેરી જેવી મીઠી વસ્તુ સાથે ખૂબ જ વિચિત્ર કંઈક કરતી જોવા મળે છે. ઘણા લોકોને તેમની ટેસ્ટી સ્ટ્રોબેરી સાથેનો આ પ્રયોગ પસંદ નથી આવ્યો. અને તેના કારણે જ લોકોએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવવાનું શરૂ કર્યું. જેના બાદ આ મુદ્દો અને વીડિયો બંને વાયરલ થઇ રહ્યા છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પહેલા એક વ્યક્તિ ફુવારાથી સ્ટ્રોબેરી ધોઈ રહ્યો છે. પછી તે તેને કાપીને ડબ્બામાં મૂકે છે. જેના બાદ ડબ્બામાં ઘણા મસાલા મિક્સ કરે છે. મસાલાને ભેળવવા માટે વ્યક્તિ બંધ ડબ્બાને જોરથી હલાવે છે. ત્યારબાદ ડબ્બો ખોલીને તૈયાર કરેલી મસાલા સ્ટ્રોબેરી ગ્રાહકને આપે છે.

 

View this post on Instagram

 

A post shared by Our Collection (@ourcollecti0n)

આ વીડિયોને સોશિયલ મીડિયા ઉપર કોઈએ પોસ્ટ કર્યો છે, જેના વાયરલ થયા બાદ લોકો ગુસ્સે ભરાઈ ગયા. ઘણા લોકો કોમેન્ટ કરીને જણાવી રહ્યા છે કે લોકો શું શું બનાવી રહ્યા છે, પહેલા મેગી અને પછી સ્ટ્રોબેરી ઉપર થઈ રહેલો આ અત્યાચાર સહન નથી થઇ રહ્યો. સોશિયલ મીડિયા ઉપર આવા અવનવા અખતરાના ઘણા વીડિયો રોજ પોસ્ટ થતા હોય છે. જે જોવા વાળાને પણ પસંદ નથી આવતા.

Niraj Patel