ખુશખબરી: થારને ટક્કર આપવા મારુતિ સૂઝુકીની 5 દરવાજા વાળી Jimny લોન્ચ, મહિન્દ્રા થારનું પત્તુ કપાઈ જશે કે નહિ

ઓટો એક્સપો 2023માં મારુતિ સૂઝુકીએ પાંચ વર્ષના લાંબા અંતરાલ બાદ ભારતમાં પોતાની પહેલી ઓફ રોડ SUV મારુતિ જીમ્ની 5 ડોરને લોન્ચ કરી છે. કંપનીએ મારુતિ જિમ્નીને લોન્ચ કરવા સાથે તેની બુકિંગ વિન્ડો પણ ઓપન કરી દીધી છે.

મારુતિ જીમ્ની 5 ડોરને ખરીદવા ઇચ્છતા ગ્રાહક કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર જઇ તેનું બુકિંગ કરી શકે છે અથવા તો નજીકના મારુતિ સૂઝુકી ડીલરશીપ પર જઇને પણ બુકિંગ કરાવી શકે છે. કંપનીએ આ ઓફ રોડ SUVના બુકિંગ માટે 11 હજાર રૂપિયાની ટોકન અમાઉન્ટ નક્કી કરી છે, જે રિફંડેબલ છે.

મારુતિ સૂઝુકીની જીમ્ની 5 ડોરમાં 4 સિલેંડરવાળા 1.5 લીટર K-15_B પેટ્રોલ એન્જીન આપ્યુ છે જે 101 બીએચપીની પાવર અને 130 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન સાથે કંપનીએ 5 સ્પીડ મૈનુઅલ ટ્રાન્સમિશન અને 4 સ્પીડ ઓટોમેટિક ટ્રાંસમિશનનો વિકલ્પ આપ્યો છે. સાથે જ મારુતિ સૂઝુકીએ આ ઓફ રોડ એસયુવીમાં 4×4 વ્હીલ ડ્રાઇવ ફીચર પણ આપ્યુ છે.

મારુતિ સૂઝુકી જીમ્ની 5 ડોરનો મુકાબલો આ સેગમેંટમાં જલ્દી જ લોન્ચ થવાવાળી મહિન્દ્રા થાર 5 ડોર સાથે થવાનો છે. મારુતિ સૂઝુકીએ જીમ્ની 5 ડોરનો લોન્ચ કપવા સાથે પોતાની નવી પ્રીમિયમ એસયુવી મારુતિ ફ્રોન્ક્સથી પણ પડદો ઉઠાવ્યો છે. મારુતિ સૂઝુકીએ આ એસયુવીને 4 સિલેંડરવાળા 1.2 લીટર પેટ્રોલ એન્જીન સાથે માર્કેટમાં ઉતારી છે. મારુતિ જીમ્ની સાથે કંપનીએ આ એસયુવી માટે પણ બુકિંગ વિંડો ઓપન કરી દીધી છે. આ કારની કિંમત 10 લાખથી લઇને 15 લાખ સુધીની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

મારુતિ સૂઝુકી પોતાની Maruti Suzuki Fronx SUVને પોતાના પ્રીમિયમ આઉટલેટ નેક્સાથી વેચશે. મારુતિ સૂઝુકીના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ હિસાશી તાકેચીએ 5 ડોર જીમ્નીના લોન્ચ ઇવેન્ટ પર કહ્યુ કે, મારુતિ સૂઝુકી પહેલીવાર ભારતમાં JIMNYને પેશ કરી રહી છે, જે 5 ડોર સાથે લોન્ચ કરવામાં આવી છે.

આ એસયુવીને પૂરી દુનિયામાં ઘણો પ્રેમ મળ્યો છે, જેનું સબૂત 199 દેશોમાં લગભગ 32 લાખ લોકો દ્વારા તેને ખરીદવામાં આવી છે. મારુતિ સૂઝુકીએ જીમ્નીને 7 કલર સાથે પેશ કરી છે, જેમાં 5 સિંગલ ટોલ કલર અને 2 ડુઅલ ટોન છે. આ કલર્સમાં ગ્રેનાઇટ ગ્રે, નેક્સા બ્લૂ, બ્લુઇશ બ્લેક, પર્લ આર્કટિક વાઇટ છે, જેમાંથી કાઇનેટિક યલો અને સિઝલિંગ રેડને બ્લેક રૂફ સાથે ખરીદવાનો ઓપ્શન આપવામાં આવ્યો છે. મારુતિ સૂઝુકીએ જીમ્નીમાં કંપનીએ સેફ્ટીનું પણ ધ્યાન રાખ્યુ છે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર મળેલી જાણકારી આધારે, આ કારમાં 6 એરબેગ્સ, ESP સાથે હિલ હોલ્ડ અસિસ્ટ, રિયર વ્યુ કેમેરા, ABS સાથે EBD અને હિલ ડિસેંટ કંટ્રોલ જેવા ફીચર્સ જોવા મળશે. મારુતિ સૂઝુકીની આ કોમ્પેક્ટ એસયુવીમાં કંપનીએ નવા 1.0 લીટર K સીરીઝ ટર્બો બુસ્ટરજેટ ડાયરેક્ટ ઇંજેક્શન એન્જીન ઉપયોગ કર્યો છે. આ કાર તમને 5 સ્પીડ મૈનુઅલ ટ્રાંસમિશન અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાંસમિશન ઓપ્શનમાં મળી જશે. આ કારમાં 9 ઇંચનો એચડી સ્માર્ટ પ્લે પ્રો પ્લસ ઇંફોટેંટમેંટ સિસ્ટમ છે, જે એંડ્રોયટ ઓટો અને એપ્પલ કાર પ્લે બંને સપોર્ટ કરે છે.

Shah Jina