27-28 ડિસેમ્બરથી આ રાશિઓનું જાગી જશે ભાગ્ય, જીવનમાં થશે મંગળ

ગ્રહોના સેનાપતિ કહેવાતા મંગળનું ગોચર ખૂબ જ ખાસ માનવામાં આવે છે.મંગળના શુભ થવા પર વ્યક્તિની મુશ્કેલીઓ સરળતાથી પાર થઇ જાય છે અને માન-સમ્માનમાં પણ વધારો થાય છે. આ વર્ષનું છેલ્લુ મંગળ ગોચર જલ્દી જ થવાનું છે, જેનાથી બધી રાશિ પ્રભાવિત થશે. 27 ડિસેમ્બરે રાત્રે 11.40 વાગ્યે મંગળ ગ્રહ ધનુ રાશિમાં રાશિ પરિવર્તન કરશે. મંગળ ગ્રહના આ ગોચરથી કેટલીક રાશિઓને લાભ થવાનો છે તો કેટલાકને સાવધાની પણ રાખવી પડી શકે છે. તો ચાલો જાણીએ મંગળનું આ ગોચરથી કઇ રાશિને લાભ થશે.

મેષ : મંગળ ધનુ રાશિમાં પ્રવેશ કરશે, જેને કારણે મેષ રાશિના જાતકોને શુભ ખળોની પ્રાપ્તિ થશે. ઘર પરિવારમાં સુખ-શાંતિનો માહોલ બન્યો રહેશે. કારોબારમાં સફળતા મળશે અને સ્વાસ્થ્ય પણ સારુ રહેશે. ધન લાભના પણ યોગ બની રહ્યા છે પણ ખર્ચ વધી શકે છે જેનું ધ્યાન રાખવું પડશે.

તુલા : આ રાશિના જાતકો માટે મંગળનું રાશિ પરિવર્તન ફાયદાકારક માનવામાં આવી રહ્યુ છે, આ રાશિના લોકોનું પૂજા-પાઠમાં ખૂબ મન લાગેગુ રહેેશે. ત્યાં વિદેશ યાત્રા પર જવાની સંભાવના છે. તમારુ ભાગ્ય સાથ આપશે અને સારા દિવસો રહેશે. આ સાથે જ પ્રેમી-પ્રેમિકાની મુલાકાત પણ સંભવ છે.

વૃશ્ચિક : મંગળ ગ્રહનું આ ગોચર આ રાશિના જાતકો માટે શુભ માનવામાં આવી રહ્યુ છે. શેર બજારમાં સુરક્ષિત વિકલ્પો પર રોકાણ કરવું ફાયદેમંદ સાબિત થઇ શકે છે. ત્યાં કોઇ શુભ સમાચાર પણ મળી શકે છે. આર્થિક સ્થિતિઓ પણ મજબૂત રહેવાની છે. સાથે જ નોકરીમાં પ્રમોશનના પણ યોગ બની રહ્યા છે. પરંતુ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.

(નોંધ : ઉપરોક્ત જાણકારી સામાન્ય માહિતી અને માન્યતાઓ પર આધારિત છે, જેની સત્યતાની પુષ્ટિ ગુજ્જુરોક્સ કરતુ નથી.)

Shah Jina