બાલ્કનીમાં કપડા સૂકવતી મહિલાઓ સાવધાન ! સુરતમાં કપડાં સૂકવતા સમયે દોરી તૂટતા પરણિતા પાંચમા માળેથી પટકાઇ, મળ્યુ દર્દનાક મોત

દુઃખદ: ગેલેરીમાં કપડાં સુકાવવા ગઈ અને અચાનક પરણિતા નીચે પટકાઇ ને થયું નિધન, જાણો અંદરની વિગત

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતે મોતના કિસ્સા સામે આવે છે, જેમાં કેટલીકવાર એવી એવી ઘટનાઓ બનતી હોય છે કે જોઇ કે સાંભળી આપણું હૈયુ પણ કંપી ઉઠે. ત્યારે હાલમાં જ સુરતમાંથી એક કિસ્સો સામે આવ્યો , જેમાં એક પરિણીતા ઘરની બાલ્કનીમાં કપડાં સૂકવી રહી હતી અને આ દરમિયાન જ તે પાંચમા માળેથી નીચે પટકાઇ, જેને કારણે તેને ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયુ હતુ.

ઘટના બાદથી તો પરિવારની આંખોના આંસુ નથી સુકાઈ રહ્યાં. પરણિતા સાથે માત્ર 26 વર્ષની નાની ઉંમરે બનેલી આ ઘટનાને લઇને અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના અમરોલીના શ્રીજી પૂજન રેસીડેન્સીમાં ફેબ્રીકેશનનો ધંધો કરતા મયૂર ત્રિવેદીની પત્ની કૃપા રોજની જેમ બાલ્કનીમાં કપડાં સૂકવી રહી હતી. આ દરમિયાન દોરી તૂટી ગઇ અને તેને કારણે તે પાંચમા માળેથી નીચે પટકાઈ. આ બનાવને પગલે પરિણીતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

જેને ળઇને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.ઉલ્લેખનીય છે કે, મયુર ભરત ત્રિવેદી મૂળ ગીર સોમનાથના બંધારડ ગામના છે અને તેઓ હાલ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં શ્રીજી પૂજન રેસીડેન્સી ખાતે રહે છે. તેઓ ફેબ્રિકેશનનો ધંધો કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે 18 ફેબ્રુઆરીના રોજ મયુર ત્રિવેદીની 26 વર્ષીય પત્ની કૃપા ઉર્ફે કિંજલ ઘરની બાલ્કનીમાં કપડાં સૂકવી રહી હતી,

પ્રતિકાત્મક તસવીર

ત્યારે દોરી તૂટતા તે પાંચમા માળેથી નીચે પટકાઈ હતી. આ ઘટનાને લઇને તેને ઘણી ગંભીર ઇજા પહોંચી હતી અને તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ. જો કે, તે બાદ વધુ સારવાર માટે તેને અમદાવાદ સિવિલ લઈ જવામાં આવી હતી. ત્યારે સારવાર દરમિયાન તેનું ગઇકાલના રોજ એટલે કે બુધવારે મોત નીપજ્યું હતુ.

Shah Jina