મેરેજ માર્કેટ ! એ બજાર કે જ્યાં લોકો પોતાના માટે શોધવા આવે છે પતિ-પત્ની…જુઓ વીડિયો

શાંઘાઈનું મેરેજ માર્કેટ, જ્યાં લોકો પોતાના માટે શોધવા આવે છે હસબન્ડ-વાઇફ…જુઓ વીડિયો

લોકો લગ્ન માટે વર અને કન્યાની શોધ મેરેજ સાઇટ્સ પરથી કરે છે અથવા તો સંબંધીઓની મદદ લે છે. આ ઉપરાંત મેરેજ બ્યુરો પણ હોય છે જે લગ્ન માટે છોકરા-છોકરી બતાવે છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે લોકો વર-કન્યા શોધવા માટે બજારમાં જાય. અત્યાર સુધી તમે કપડા બજાર, શાક માર્કેટ અને બીજા ઘણા પ્રકારના બજારો વિશે સાંભળ્યું જ હશે, પરંતુ આજ સુધી કોઇ એવા બજાર વિશે સાંભળ્યું નહીં હોય જ્યાં લોકો પોતાના માટે પતિ-પત્ની શોધવા આવે છે.

જી હા, ચીનમાં એક એવું માર્કેટ છે જ્યાં પોતાના માટે વર-કન્યા શોધવા લોકો આવે છે. આ માર્કેટનો વીડિયો પણ એક વ્યક્તિએ બનાવી પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- હું ચીનના શાંઘાઈમાં પત્ની શોધી રહ્યો છું. વીડિયો શેર કરનાર વ્યક્તિનું નામ હેરી જગાર્ડ છે. હેરીએ જે વીડિયો શેર કર્યો છે, તેને 13 મિલિયનથી પણ વધુ લોકોએ જોયો છે.

આ વીડિયોને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ પણ આપી રહ્યા છે. એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરીને કહ્યું કે, ‘કોણે વિચાર્યું હશે કે તમે પણ રિજેક્ટ થઈ જશો.’ અન્ય યુઝરે લખ્યું, ‘તે ગોરો છે અને તેને રિજેક્ટ કરવામાં આવ્યો ? આ તો બહુ આશ્ચર્યની વાત છે! કલ્પના કરો જો તે કાળો હોત તો. તેનાથી પણ વધુ ખરાબ થતુ.

વીડિયો બનાવનાર હેરી કહેતો જોવા મળી રહ્યો છે કે અમે શાંઘાઈના મેરેજ માર્કેટમાં આવ્યા છીએ, જ્યાં માતા-પિતા, દાદા-દાદી તેમના બાળકો માટે દુલ્હા-દુલ્હન જોવા આવે છે. આ પછી હેરી કહે છે શું તમે મને છોકરી શોધવામાં મદદ કરશો ? બજારમાં ઘણી ભીડ જોવા મળી રહી છે અને ઘણા છોકરા-છોકરીઓ બજારમાં ઉભેલા પણ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Harry Jaggard (@harryjaggard)

Shah Jina