અમદાવાદ સિવિલ હોસ્પિટલના 6 ડોક્ટરને થયો કોરોના તો લગ્નના ચોથા દિવસે જ ફરજ ઉપર જોડાઈ ગઈ મહિલા ચિકિત્સક

કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક  બની રહી છે. આવા સમયે એક ડોક્ટર જ છે જે ભગવાનનું રૂપ બનીને આવ્યા છે. પરંતુ આ સમયે ઘણા ડોકટરો એવા પણ છે જે પોતાનું અંગત જીવન ભૂલી અને હોસ્પિટલને જ પોતાનું બીજું ઘર બનાવી દીધું છે.

આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. જ્યાં હોસ્પિટલના છ ડોક્ટર કોરોના સંક્રમણનો શિકાર થયાની ખબર મળતા જ મહિલા ડોક્ટર પોતાના લગ્નના ચોથા દિવસે જ દર્દીઓનો જીવ બચાવવા માટે પોતાની ફરજ ઉપર પાછી જોડાઈ ગઈ હતી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોતાની ફરજ ઉપર પહોંચેલી ડૉ. આરતીના હાથની મહેંદીનો રંગ હજુ ઉતર્યો પણ નહોતો તે પહેલા તેને હોસ્પિટલમાં પોતાની ડ્યુટી ઉપર પાછું જોડાવવું પડ્યું. આરતી માટે આ મહામારીના સમયમાં તેની ખુશીઓ કરતા દર્દીઓની જિંદગી અને તેમના ચહેરા ઉપરનું સ્મિત વધુ મહત્વ રાખે છે.

બન્યું એવું કે લગ્નના ત્રીજા દિવસે જ ડોક્ટર આરતીને હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે તેના અન્ય 6 સાથી કોરોના પોઝિટિવ આવ્યા છે. જેના બાદ ડોક્ટર આરતીએ ક્ષણવારનો પણ વિચાર ના કર્યો અને સીધી જ હોસ્પિટલમાં પોતાના ડિપાર્ટમેન્ટમાં ડ્યુટી ઉપર લાગી ગઈ.

દર્દીઓ માટે જમવાનું ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. તેમને ન્યુટિરિશિયન ખાવાનું આપવું ખુબ જ જરૂરી રહે છે. ડોક્ટર આરતી એક ડાયટિશિયન છે. જે છેલ્લા એક વર્ષથી દર્દીઓના ખાવા પીવાનો ખાસ ખ્યાલ રાખે છે. દર્દીઓ પણ તેમની સેવા-ભાવનાથી ખુબ જ ખુશ છે.

Niraj Patel