રવિન્દ્ર જાડેજા બાપુના ધર્મપત્નીએ લગ્નની છઠ્ઠી વર્ષગાંઠ ઉપર શેર કરી લગ્નની અનસીન તસવીરો અને વીડિયો, જુઓ કેવો હતો લગ્નનો રજવાડી ઠાઠ-માઠ

ભારતીય ટીમના ઓલરાઉન્ડર અને ચેન્નાઇ સુપર કિંગ્સના કપ્તાન સર રવિન્દ્ર જાડેજાને આજે કોઈ ઓળખની જરૂર નથી. રવિન્દ્ર જાડેજાએ પોતાની મહેનતથી મોટુ નામ બનાવી લીધુ છે. તેમના લગ્ન રીવાબા જાડેજા સાથે થયા છે. રીવાબા જાડેજા પણ એક મોટું નામ છે, રાજકારણ અને સમાજ સેવામાં તે ખુબ જ અગ્રેસર છે.

થોડા દિવસ પહેલા જ રવિન્દ્ર જાડેજા અને રીવાબાના લગ્નની વર્ષગાંઠ હતી, જેને લઈને દુનિયાભરના ચાહકોએ તેમને શુભકામનાઓ પણ પાઠવી હતી, આ ઉપરાંત રીવાબા પોતાના ઘરે આવતા તમામ શુભ પ્રસંગોમાં સેવાકીય કાર્યો અચૂક કરે છે, ત્યારે લગ્નની આ છઠ્ઠી વર્ષગાંઠ ઉપર પણ તેમને દિલ જીતી લેનારું કામ કર્યું.

રીવાબા જાડેજા સોશિયલ મીડિયામાં પણ સક્રિય રહે છે અને પોતાના કામકાજ સાથે પોતાના અંગત જીવનને લઈને પણ કેટલીક બાબતો શેર કરતા રહે  છે, લગ્નની વર્ષગાંઠ ઉપર પણ તેમને પોતાના પતિ રવિન્દ્ર જાડેજા સાથેની તસવીરો શેર કરી હતી. પરંતુ આ તસવીરો હાલની નહિ તેમના લગ્ન સમયની હતી.

રીવાબાએ લગ્નના વીડિયો પણ શેર કર્યા હતા, જેમાં તેમના લગ્નનો શાહી અંદાજ પણ જોવા મળી રહ્યો હતો. 17 એપ્રિલના રોજ રીવાબા અને રવિન્દ્ર જાડેજાના લગ્નની વર્ષગાંઠ હતી, ત્યારે રીવાબા પતિ રવિન્દ્ર જાડેજાને ચીયર કરવા માટે મેદાનમાં પણ પહોંચ્યા હતા. તે દિવસે ચેન્નાઇની મેચ ગુજરાત સામે હતી, જેમાં ચેન્નાઇની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

રીવાબાએ આ તસવીરો અને વીડિયો શેર કરવાની સાથે એક શાનદાર કેપશન પણ લખ્યું હતું. જેમાં તેમને લખ્યું હતું કે, “આ છ ! અને આ છ વર્ષ કેવી રીતે વીતી ગયા એ કહેવા માટે મારી પાસે શબ્દો નથી ! હજુ પણ એવું લાગે છે કે હું તમને ગઈકાલે મળી હતી…અત્યાર સુધી અવિશ્વસનીય ભાગીદારી રહી છે અને હું ઈચ્છું છું કે તે અનંત સુધી ચાલુ રહે. હેપ્પી સિક્સ જડ્ડુ !

ગુજરાત ટાઇટન્સ સામે રવિન્દ્ર જાડેજાએ 12 બોલમાં 22 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ પોતાની ઇનિંગમાં 2 સિક્સર ફટકારી હતી. છેલ્લે આવતા કેપ્ટન જાડેજાએ ઝડપથી રન બનાવ્યા અને ટીમનો સ્કોર વધારવામાં મદદ કરી. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા સ્ટેન્ડમાં હાજર રહ્યા હતા અને તેમના પતિને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સે પણ તેમના ટ્વિટર એકાઉન્ટ પર રિવાબાની તસવીર પોસ્ટ કરી અને લગ્નની વર્ષગાંઠ પર તેમને શુભેચ્છા પાઠવી.

બોલિંગ કરતી વખતે પણ રવિન્દ્ર જાડેજાએ રિદ્ધિમાન સાહાની વિકેટ લીધી હતી. જાડેજાએ પોતાના સ્પેલમાં 3 ઓવર નાખી અને 25 રન આપ્યા. આ સિવાય રવીન્દ્ર જાડેજાએ ફિલ્ડિંગ કરતી વખતે રાહુલ તેવટિયાની વિકેટ પણ લીધી હતી. આ દરમિયાન રીવાબા જાડેજા પતિ રવિન્દ્ર જાડેજાનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા હતા.

રીવાબાએ તેમના લગ્નની વર્ષગાંઠ નિમિત્તે સેવાકીય કાર્યની તસવીરો શેર કરવાની સાથે લખ્યું હતું કે, “આજે તા. 17/04/22 અમારી લગ્નની છઠ્ઠી વર્ષગાંઠ છે. આજના દિવસે અમારી ખુશીઓને દ્વિ-ગુણીત કરવાની તક મળી. શ્રી જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ આયોજિત 22 માં સમૂહ લગ્નોત્સવમાં યોગાનુયોગ 26 દીકરીઓના લગ્ન થવા જઈ રહ્યા છે આ દરેક દીકરીઓને શુભઆશિષ રૂપે 4 નંગ સુવર્ણ ખડગ ભેટ સ્વરૂપે આપી, સામાજિક ઉત્થાનની આ પ્રવૃત્તિમાં સહભાગી થવાનો અવસર મળ્યો તે બદલ ધન્યતા અનુભવું છું.”

Niraj Patel