ફેમિના મિસ ઇંડિયા 2020માં ફર્સ્ટ રનર અપ ઉત્તરપ્રદેશની માન્યા સિંહ આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. તે બીજા કન્ટેસ્ટંટની તુલનામાં ઘણી અલગ છે. તેનું જીવન ખૂબ સંઘર્ષો સાથે પસાર થયું છે.
તમને જણાવી દઇએ કે, માન્યા એક રિક્ષા ચાલકની દીકરી છે. તે મંગળવારે એક કોલેજના ઇવેન્ટ પર તેના માતા-પિતા સાથે પહોંચી હતી. જયાં તેના પિતા તેને પોતાની રિક્ષામાં બેસાડીને લાવ્યા હતા.
માન્યા સિંહ ભલે ફર્સ્ટ રનર અપ રહી પરંતુ તેને લાખો લોકોનું દિલ જીતી લીધું છે. માન્યા 14 વર્ષની ઉંમરમાં જ પોતાના સપના પૂરા કરવા માટે ઘરેથી ભાગી ગઇ હતી.
માન્યા સિંહનો હાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે માતાને પગે લાગીને આશિર્વાદ લેતા દેખાઇ રહી છે અને ત્યાં જ તે પિતાને ગળે પણ લગાવે છે અને તમના આંસૂ લૂછે છે. માન્યા સિંહનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને અત્યાર સુધીમાં 2 લાખથી પણ વધારે વખત જોવામાં આવ્યો છે.
View this post on Instagram
તમને જણાવી દઇએ કે, માન્યા સિંહે કહ્યુ હતુ કે, તેમનું ભણવું ખૂબ જ મુશ્કિલ હતું. 14 વર્ષની ઉંમરમાં હું દેખતી હતી કે મારી આસપાસની છોકરીઓ તેમના જીવનનો ભરપૂર આનંદ ઉઠાવી રહી છે. સારા કપડા પહેરે છે, સ્કૂલે જાય છે. મને ખબર હતી કે, મારું જીવન તેમના જેવું નથી.
માન્યાના કહેવા અનુસાર, માન્યાને અભ્યાસ કરાવવા માટે એકવાર તેમની માતાએ ઘરેણા વેચવા પડ્યા હતા. મિસ ઇંડિયા મારું બાળપણનું સપનું હતુ નહિ પરંતુ હું ડોકટર કે એન્જીનિયર બનવા પણ ઇચ્છતી ન હતી.
View this post on Instagram
માન્યાએ કહ્યુ હતુ કે, મેં ઘણી રાતો જમ્યા વગર પસાર કરી છે. હું રિક્ષાનું ભાડું બચાવવા માટે ચાલતી જતી હતી. તે દિવસે અભ્યાસ કરતી હતી અને સાંજના સમયે વાસણ ધોતી હતી તેમજ રાત્રે કોલ સેંટરમાં કામ કરતી હતી. તેને તેની સફળતાનો શ્રેય તેના માતા-પિતા અને ભાઇને આપ્યો છે.
View this post on Instagram