માનવીના કેકમાં સિન્થેટિક સ્વીટનર સેકરીન, તપાસમાં થયો ખુલાસો- જાણો કેટલી ખતરનાક છે આ વસ્તુ

10 વર્ષની દીકરીનું કેક ખાવાથી મૃત્યુ, આખરે હવે થયો નવો ખુલાસો, આ જરૂર વાંચજો નહિ તો…

પંજાબના પટિયાલાની 10 વર્ષની માનવી યાદ છે ? આ માસૂમ બાળકી 24 માર્ચે તેના જન્મદિવસે કેક ખાધા બાદ મૃત્યુ પામી હતી. માનવીના જન્મદિવસે પરિવારે ઓનલાઈન કેક મંગાવી હતી અને કેક ખાધા પછી માનવી હંમેશ માટે ગાઢ નિંદ્રામાં સરી પડી. જો કે, પરિવારના અન્ય 4 લોકો મોટી મુશ્કેલીથી બચી ગયા. હાલમાં સેમ્પલના પરીક્ષણના પરિણામો આવી ગયા છે.

કેકમાંથી સિન્થેટિક સ્વીટનર મળી આવ્યું છે, જેનું નામ સેકરિન છે. તેનો ઉપયોગ કેકની મીઠાશ વધારવા માટે થાય છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે કેકના નમૂના પરીક્ષણ માટે લેવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ આવી ગયો છે. જાણવા મળ્યું કે કેક બનાવવા માટે સેકરિનની વધુ માત્રા ઉમેરવામાં આવી હતી. સેકરિન એક કૃત્રિમ સંયોજન છે.

સેકરીનનો ઉપયોગ ખોરાક અને પીણાઓમાં ઓછી માત્રામાં થાય છે. જો તેનું લેવલ વધી જાય તો બ્લડ શુગર લેવલ ઝડપથી વધે છે. અધિકારીએ જણાવ્યું કે બેકરી સામે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે અને દંડ પણ લાદવામાં આવી શકે છે. બેકરીના માલિક સામે એફઆઈઆર નોંધાઈ ચૂકી છે. વાસ્તવમાં, પટિયાલાના અમન નગરની રહેવાસી કાજલે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણે 24 માર્ચે સાંજે 6 વાગ્યે એક ઓનલાઈન કંપનીમાંથી કેક મંગાવી હતી.

સાડા ​​છ વાગ્યાની આસપાસ કેક ઘરે પહોંચી. 7:15 વાગ્યે કેક કાપવામાં આવી અને કેક ખાધા બાદ માનવી તેમજ પરિવારના અન્ય સભ્યોની હાલત ખરાબ થઈ ગઈ. માનવીની નાની બહેનની પણ તબિયત લથડી હતી. જો કે, હોસ્પિટલ લઈ ગયા બાદ માનવીનું મૃત્યુ થયું જ્યારે નાની બાળકીને ભારે મુશ્કેલીથી બચાવી લેવામાં આવી. પરિવારના બાકીના લોકોની તબિયત પણ બગડી હતી, જો કે કોઈક રીતે તેઓ બચી ગયા.

કેક કાપતા સમયનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો. જણાવી દઇએ કે, સેકરિનની વધુ પડતી માત્રા આંતરડામાં બેક્ટેરિયાના સંતુલન પર નકારાત્મક અસર કરી શકે છે. આંતરડામાં માઇક્રોબાયલ ફેરફારો ટાઇપ 2 ડાયાબિટીસ, સ્થૂળતા અને દુર્લભ કિસ્સાઓમાં કેન્સર પણ તરફ દોરી શકે છે.

Shah Jina