મિસ ઇન્ડિયા રહી ચુકેલી માનસી સહગલ હવે જોડાઈ ગઈ રાજનીતિમાં, જાણો કઈ પાર્ટી સાથે કર્યું જોડાણ

2019માં મિસ ઇન્ડિયા બની ચુકેલી મોડેલ માનસી સહગલ હવે રાજનીતિમાં જોડાઈ ચુકી છે. તેને વિધાયક રાઘવ ચઢ્ઢાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટી સાથે જોડાણ કરી લીધું છે. માનસી એક પ્રશિક્ષિત ઈજનેર, તેડેક્સ સ્પીકર અને એક વ્યવસાયી છે. જેનું પોતાનું એક સ્ટાર્ટઅપ છે.

તો આ બાબતે રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે મને ખુશી છે કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ યુવાઓમાં રાજનીતિ સાથે જોડાવવા અને લોકોની સેવા કરવામાં વિશ્વાસ જગાવે છે. આપ પરિવાર દિવસેને દિવસે મોટો થઇ રહ્યો છે. હું માનસીનું આપ પરિવારમાં સ્વાગત કરું છું. તેમને કહ્યું કે આમ આદમી પાર્ટીમાં હજારો નવા લોકો જોડાવવાના કારણે ઝડપથી આગળ વધી રહી છે.

આમ આદમી પાર્ટીમાં જોડાવવા બદલ માનસી સહગલ દ્વારા કહેવામાં આવ્યું કે સમાજની અંદર બહુ જ ઓછી ઉંમરમાં કંઈક સારું કરવા માંગુ છું. કોઈપણ રાષ્ટ્રની સમૃદ્ધિ માત્યે સ્વાસ્થ્ય અને શિક્ષા બે મુખ્ય આધાર છે અને મેં છેલ્લા કેટલાક વર્ષોમાં સીએમ કેજરીવાલના નૈતૃત્વમાં આ ક્ષેત્રોમાં જબરદસ્ત બદલાવ જોયા છે.

આમ આદમી પાર્ટીની અંદર જોડાવવા માટે તેને કઈ વાતે પ્રેરિત કરી તેના વિશે વાત કરતા માનસી જણાવે છે કે સીએમ અરવિંદ કેજરીવાલના સાશન અને વિધાયક રાઘવ ચઢ્ઢાની મહેનતથી પ્રેરિત થઈને મેં આમ આદમી પાર્ટીની અંદર જોડાવવાનો નિર્ણય કર્યો. મને લાગે છે કે સ્વચ્છ રાજનીતિના માધ્યમથી અમે દુનિયામાં એક મોટો બદલાવ લાવી શકીએ છીએ.

યુવાનો અને મહિલાઓને રાજનીતિનો સક્રિય ભાગ બનવા અને આમ આદમી પાર્ટીમાં સામેલ થવાને લઈને માનસીએ કહ્યું કે હું યુવાનો અને વિશેષ રૂપે આપણી મહિલાઓને આગ્રહ કરું છે કે તે અમારી સાથે સામેલ થાય અને રાજનીતિને બદલે.

તો આ પ્રસંગે આપ નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે સીએમ કેજરીવાલના જન-સાશન મોડેલથી પ્રેરિત થઈને મારા નારાયણા ક્ષેત્રના ઘણા પ્રતિષ્ઠિત લોકો આપ પરિવારમાં જોડાયા છે. તેમાં મિસ ઇન્ડિયા દિલ્હી 2019 માનસી સહગલ પણ સામેલ છે.

Niraj Patel