ભારત એક એવો દેશ છે જ્યાં જુગાડની કોઈ કમી નથી. દરેક સમસ્યા માટે આપણી પાસે કોઈપણ પ્રકારનો જુગાડ જરૂર હોય છે. જેના ઘણા વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે હાલ એવી જ એક યુવતી દ્વારા કરવામાં આવેલો જુગાડ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
23 વર્ષની પેરાલા માનસા રેડ્ડીએ પાઇપની અંદર એવું આલીશાન ઘર બનાવ્યું હતું જેની કારીગરી જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. તેને જે ઘર બનાવ્યું છે તેના દ્વારા સારું અને સસ્તું ઘરની ઈચ્છા રાખનારા લોકો બહુ જ ઓછા ખર્ચમાં આ સુંદર ઘર બનાવી શકે છે. તમને જણાવી દઈએ કે માનસાએ જે ઘર બનાવ્યું તેમાં તમામ પ્રકારની સુવિધાઓ છે. તે એક સિવિલ ઈજનેર છે.
માનસાએ આ સુંદર ઘર બનાવવા માટે સીવરેજમાં ઉપયોગ કરવામાં આવીતી સિમેન્ટની પાઇપનો ઉપયોગ કર્યો છે. જેના લઈને તેને જણાવ્યું હતું કે “પાઇપ ગોળ આકારની છે. આ ઘરની અંદર ત્રણ લોકોનો પરિવાર આરામથી રહી શકે છે. જેની અંદર 1 BHK, 2BHK, અને 3BHK ઘર આરામથી બની શકે છે.” એટલું જ નહિ આ ઘરને જોઈને તમે પણ અનુમાન લગાવી શકશો કે આ સુંદર ઘરને બનાવવા માટે વધારે પૈસાની જરૂર નથી.
માનસાનું કેહવું છે કે “આ પ્રકારનું ઘર બનાવવા માટે તેને 15થી 20 દિવસનો સમય લાગી ગયો અને તેને “Samnavi Constructions”ના નામથી એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે.” તમને જણાવી દઈએ કે માનસાને આ આઈડિયા રોડ કિનારે પાઇપની અંદર સુઈ રહેલા લોકોને જોઈને આવ્યો હતો. તેનું કહેવું છે કે ખાલી પાઇપની અંદર આ પ્રકારે પણ રહી શકાય છે. તો આ પાઈપને જ એક સુંદર ઘર બનાવી દેવામાં આવે. જેના કારણે તે સરળતાથી તેમાં રહી શકે. તેનું કહેવું છે કે જાપાન અને હોંગકોંગમાં પણ આવા ઘરનું કામ ચાલી રહ્યું છે.
માનસાએ આ ઘરને અંદરથી ડિઝાઇન કર્યું છે. એક પરિવારને રહેવા માટે જે પણ સુવિધાઓની જરૂર પડે તે બધી જ સુવિધાઓ આ ઘરની અંદર છે. આ ઘર 16 ફૂટ લાંબુ છે અને 7 ફૂટ ઊંચું છે. એટલું જ નહિ નાના રૂપમાં બનેલા આ ઘરની અંદર લિવિંગ રૂમ, એક બાથરૂમ, રસોડા સાથે એક બેડરૂમ પણ છે. તો આ ઘરની ઉપર એક મીની ગાર્ડન પણ છે.
માનસાએ ગત વર્ષે જાન્યુઆરીમાં ‘સમનવી કન્સ્ટ્રક્શન્સ’ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં મનસા અને તેની ટીમે દેશના ઘણા શહેરોમાં 200થી વધુ ટ્યુબ હાઉસ, રેસ્ટોરન્ટ, કોટેજ, રિસોર્ટ અને ક્લિનિક્સ બનાવ્યા છે અને ઇન્સ્ટોલ કર્યા છે. માનસાએ તેના સ્ટાર્ટઅપ દ્વારા 200 થી વધુ લોકોને રોજગારી આપી છે અને દર મહિને લાખોની કમાણી કરી રહી છે.
મનસા કહે છે, “જાપાનના ઓપોડ હાઉસ મોટાભાગે એકલા લોકોની જરૂરિયાતોને અનુરૂપ બનાવવામાં આવે છે, જ્યારે અમે પરિવાર અને તેમની જરૂરિયાતો અનુસાર ઘરો બનાવીએ છીએ. અમે આ OPod ઘરો બનાવતી વખતે ઘણા પરિબળોને ધ્યાનમાં લઈએ છીએ, ખાસ કરીને તાપમાનને જેથી તે તમામ હવામાન પરિસ્થિતિઓમાં રહેવા માટે આરામદાયક હોય.
Had the pleasure of meeting Manasa, an alumni of Telangana Social Welfare Residential Educational Institutions Society (TSWREIS). Her determination and hard work led her to design OPods built of sewerage pipes for low-cost housing for the poor. pic.twitter.com/IONr1bG10g
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 12, 2021