આ વ્યક્તિએ પોતાના સ્કૂટરને વરરાજાની જેમ શણગાર્યું, વીડિયો જોઈને તમે પણ કહેશો… “વાહ કાકાનો શોખ ગજબનો છે હો ભાઈ…”

આ કાકાનય સ્કૂટર જોઈને તમારી આંખો પણ થઇ જશે ચાર, ઝગમગતી લાઈટો અને ટીવી પણ કર્યું છે ફિટ, કરોડો લોકોએ જોયો વીડિયો, તમે પણ જુઓ

Man’s unique scooter :સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર ઘણી એવી એવી ઘટનાઓ જોવા મળે છે જે હેરાન પણ કરી દેતી હોય છે. તો ઘણા વીડિયોમાં કેટલાક લોકોના અજીબો ગરીબ શોખ પણ જોવા મળતા હોય છે. હાલ એક એવા જ કાકાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમને સ્કૂટરને એવી રીતે શણગાર્યું છે કે જાણે કોઈ વરરાજા હોય અને એટલે જ લોકો આ કાકાના શોખના વખાણ કરી રહ્યા છે.

અનોખી રીતે શણગાર્યું સ્કૂટર :

એક અનોખી રીતે શણગારેલા સ્કૂટરે દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ અદ્ભુત રીતે સુશોભિત ટુ-વ્હીલર માત્ર ધ્યાન આકર્ષિત કરતું નથી પરંતુ સર્જનાત્મકતા અને વ્યક્તિગત અભિવ્યક્તિનું પ્રતીક પણ બની ગયું છે. મધ્ય પ્રદેશના જબલપુરનું આકર્ષક સ્કૂટર રંગો અને શણગારનું મિશ્રણ છે. દૂરથી તે કલાના રોલિંગ વર્ક જેવું લાગે છે, તેની ફ્રેમના દરેક ઇંચને આવરી લેતી જટિલ ડિઝાઇન, પેટર્ન અને સજાવટ સાથે. તેજસ્વી, ગતિશીલ રંગો સ્કૂટરના બાહ્ય ભાગ પર પ્રભુત્વ ધરાવે છે, જે દ્રશ્ય આનંદનું કેલિડોસ્કોપ બનાવે છે.

સ્કૂટરમાં ટીવી પણ ફિટ કર્યું :

સ્કૂટરમાં એક નાની સ્ક્રીન પણ છે જ્યાં સલમાન ખાન અભિનીત ફિલ્મ તેરે નામનું ગીત વાગતું જોઈ શકાય છે.  આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર my_love_jabalpur નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. તેને અત્યાર સુધીમાં 19.2 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ વીડિયોને હજારો લોકોએ લાઈક પણ કર્યો છે. આ અંગે મોટી સંખ્યામાં લોકો કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. લોકો કોમેન્ટ સેક્શનમાં મીમ્સ પણ શેર કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by my jabalpur (@my_love_jabalpur)

લોકોએ કરી આવી પ્રતિક્રિયા :

એક ઓનલાઈન યુઝરે કોમેન્ટ કરી, ‘ભાઈ, આમાં પ્રોજેક્ટર, નાસાનું સિક્યોરિટી ફંક્શન, ઈસરોનું હાર્ડકોર, વાઈફાઈ 6, એક સેટેલાઈટ અને ઈન્વર્ટર અને આયર્ન મૅનનું આરક્રિએટર હજી ઘણું ઇન્સ્ટોલ કરવાનું બાકી છે.’ આ ઉપરાંત પણ ઘણા લોકો ઢગલાબંધ કોમેન્ટ કરી રહ્યા છે અને સ્કૂટરના ભરપૂર વખાણ પણ કરતા જોવા મળી રહ્યા છે. ઘણા લોકોને સ્કૂટર વાળા કાકાનો આ ક્રિએટિવ આઈડિયા ખુબ જ પસંદ પણ આવ્યો છે.

Niraj Patel