ભોજપુરી સુપરસ્ટાર અને રાજનેતા મનોજ તિવારી પિતા બની ગયા છે. તેમના ઘરે એક નાનકડી બાળકીનો જન્મ થયો છે. મનોજ તિવારી ત્રીજી વખત પિતા બન્યા છે. પિતા બન્યા બાદ મનોજ તિવારીએ હોસ્પિટલમાંથી પત્ની સુરભી સાથેનો ફોટો શેર કર્યો હતો. જે બાદથી ફેન્સ સાથે સાથે સેલેબ્સ પણ મનોજ તિવારીને ખૂબ અભિનંદન આપી રહ્યા છે. મનોજ તિવારીએ તસવીર શેર કરી લખ્યું- એ જણાવતા ખુબ જ આનંદ થાય છે કે લક્ષ્મી બાદ મારા ઘરે સરસ્વતીનું આગમન થયું છે.
આજે ઘરે એક વહાલી દીકરીનો જન્મ થયો છે. તમે બધા તેને આશીર્વાદ આપો. સુરભી-મનોજ તિવારી. આ પોસ્ટમાં શેર કરાયેલા ફોટામાં મનોજ તિવારી અને તેની પત્નીને હસતા જોઈ શકાય છે, તેઓ ઘરમાં નાની રાજકુમારીના આગમનથી ઘણા ખુશ છે. મનોજ તિવારીના અંગત જીવનની વાત કરીએ તો તેણે બે લગ્ન કર્યા છે. મનોજ તિવારીના પહેલા લગ્ન રાની તિવારી સાથે થયા હતા. પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. થોડા સમય પછી બંનેના છૂટાછેડા થઈ ગયા.
આ લગ્નથી મનોજ તિવારીને એક પુત્રી પણ છે. જેનું નામ રિતિ તિવારી છે. મનોજ તિવારી પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા બાદ ફરી પ્રેમમાં પડ્યા હતા અને સુરભી તેમના જીવનમાં આવી. 2020માં મનોજ તિવારીએ સુરભી સાથે બીજા લગ્ન કર્યા. આ લગ્નથી બંનેને એક પુત્રી છે જેનું નામ સાન્વિકા છે. હવે મનોજ અને સુરભીને બીજી દીકરી આવી છે. 21 નવેમ્બરના રોજ મનોજ તિવારીએ ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર ત્રીજી વખત પિતા બનવાના સારા સમાચાર શેર કર્યા હતા.
આ પહેલા સુરભીનું બેબી શાવર યોજાયુ હતુ, જેનો એક સુંદર વીડિયો પણ મનોજ તિવારીએ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો, જેમાં સુરભી લાલ લહેંગામાં સુંદર લાગી રહી હતી. વીડિયોમાં તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. મનોજ તિવારી પેસ્ટલ પિંક શેરવાનીમાં જોવા મળ્યા હતા. આ સુંદર વીડિયોને શેર કરતા મનોજ તિવારીએ લખ્યું- આપણે કેટલીક ખુશીઓને શબ્દોમાં વર્ણવી શકતા નથી..તેને અનુભવી શકીએ છીએ.